અરવલ્લી: ખેતરમાં કામ કરતાં ખેડૂતનું ઝેરી કોબરા સાપનાં હુમલાથી થયું નિધન! સમગ્ર ગામમાં શોકની સાથે ભયનો માહોલ…
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ, પશુ, પ્રાણી ને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ એક મૃત્યુની દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં ઝેરી કોબરાનાં હુમલા થી ખેતરમાં કામ કરી રહેલ ખેડૂતે ગુમાવ્યો જીવ સમગ્ર ગામ હિબકે ચડ્યું. આવો તમને વિગતે આ ઘટના જણાવીએ. તમને જણાવીએ તો અરવલ્લી જિલ્લામાં સર્પ દંશને કારણે વધુ એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે.
આ ઘટના મોડાસા તાલુકાના ઉમેદપુર ગામમાંથી સામે આવી રહી છે જ્યાં એક ખેડૂતને ખેતરમાં ખેતી કામ કરતા સમયે એક કોબ્રા સાપે ડંખ માર્યો હતો. જેને કારણે તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની ભારે જહેમત છતાં આખરે ખેડૂતે દમ તોડ્યો હતો. સર્પદંશથી ખેડૂતના મોતથી આખા ગામમાં શોક વ્યાપી ગયો હતો.
વધુમાં જણાવીએ તો ખેડૂતનું નામ બાબુભાઇ પટેલ જે મૃત પામ્યા છે. ઘટના એવી બની કે ગઈ 02 નવેમ્બરે પોતાના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એકાએક એક ઝેરી કોબરા સાપે તેમના પર હુમલો કર્યો હતો. જેથી બાબુભાઇ પટેલે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને જોઇ આસપાસના ખેતરોમાં કામ કરતા મજૂરો અને ખેડૂતો મદદ માટે દોડ્યા હતા. પરંતુ, તે પહેલા ઝેરી કોબરા દ્વારા ત્રણ વાર હુમલો કરી તેમને પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
આમ ઝેરી કોબરાનો ડંખ એટલો ખતરનાક હતો કે ખેડૂત બાબુભાઇ બે મિનિટ માંજ બેભાન થઈ નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેને બચાવવા માટે પહોંચેલા અન્ય ખેડૂતો દ્વારા તાત્કાલિક મોડાસા ખાતે એક ખાનગી હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ, વધુ ઝેર શરીરમાં વ્યાપી જતા ખેડૂત બાબુભાઈના મોઢા માંથી ફીણ સાથે ખૂન શરૂ થયું હતું. જેને લઇ મોડાસાના તબીબો દ્વારા પ્રાથમિક સારવાર કર્યા તેમને અમદાવાદ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. તબીબોની તનતોડ મહેનત બાદ પણ ખેડૂત બાબુભાઈ પટેલ જિંદગી સામે હારી ગયા હતા. એક લાખ કરતા વધુના સારવાર ખર્ચ બાદ પણ બાબુભાઇને બચાવવા મુશ્કેલ બન્યા હતા.
આમ આ ઘટના બાદ જયારે તબીબો એ તપાસ કરીને તબીબોનું કહેવું છે કે કોબરા સાપનું ઝહેર એટલું ખતરનાક હતું કે માત્ર 2 મિનિટ જેટલા જ સમયમાં ખેડૂતના સમગ્ર શરીરમાં ઝેર ફેલાઈ ગયું હતું. અને તેના લોહી પાતળું થઇ જતાં તેઓ કોમામાં સરી પડ્યા હતા અને ત્યારબાદ તેમનું નિધન થયું હતું. એકાએક ખેડૂત બાબુભાઇ પટેલનું નિધન થતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું. અને સમગ્ર ઉમેદપુર ગામના ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોઈપણ ખેડૂત અને મજૂરો ઝેરી કોબરાના ડરથી ખેતરમાં જતા ડરી રહ્યા છે. ઝેરી કોબરા દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જોકે ગામ લોકોનું કહેવું છે કે વધુ ખેડૂતોના જીવ જાઈ એ પહેલાં આ સાપને પકડવો જરૂરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.