અરવલ્લી: પોલીસ વિભાગના ક્રુઝ નામના લેબ્રાડોર શ્વાનનું અવસાન થતાં કરાઈ અંતિમ વિધિ તેમજ અપાયું…. જાણો
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિ, પશુ, પ્રાણી ને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે હાલ એક મૃત્યુની ઘટના સામે આવી રહી છે. જેમાં પોલીસ વિભાગના ક્રુઝ નામના લેબ્રાડોર શ્વાનનું અવસાન થતાં તેની અંતિમ વિધિ કરાઈ હતી. વાત કરીએ તો મુગા પ્રાણી પણ માણસ કરતાં વફાદાર હોય છે અને આવા વફાદાર પ્રાણીનો ઉપયોગ સરકારી કામમાં થતો હોય છે અને એક સહકર્મચારી જેમ તેનું પાલન પોષણ પણ કરાતું હોય છે.
તમને જણાવીએ તો આ કરુણ ઘટના અરવલ્લી જિલ્લામાંથી સામે આવી રહી છે જ્યાં પોલીસ વિભાગમાં ગુન્હાશોધક વિભાગમાં ક્રુઝ નામનો લેબ્રાડોર શ્વાન ફરજ બજાવતો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોરી, હત્યા, ઘરફોડ ચોરી જેવા અસંખ્ય ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં ખૂબ મદદરૂપ થયો હતો. એવા ક્રુઝ નામના શ્વાનનું બીમારીના કારણે એકાએક અવસાન થયું હતું.
જેને લઈ સમગ્ર પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે. ત્યારે ક્રુઝ લેબ્રાડોર શ્વાનની પુરા સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી. અન્ય પોલીસ કર્મચારી જે ફરજ પર અવસાન થાય ત્યારે જે સનમાન મળે છે એટલાજ સનમાન સાથે તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ક્રુઝના અવસાનથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે. જેટલો વ્યક્તિ વિશ્વાસુ હોઈ છે તેના કરતાં શ્વાન પણ ઘણો વિશ્વાસુ અને વફાદાર જોવા મળતો હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.