તમે પણ તમારા વજનથી કંટાળ્યા છો? તો આ યુવકની ટિપ્સ જાણી લ્યો,જેણે માત્ર 4 મહિનામાં 24 કિલો વગર ઓપરેશને…દિવસમાં 3 વાર
જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજેતમને એક તેવાજ વ્યક્તિની વાત કરીશું જેણે 4 મહિનામાં ફક્ત આ એક આ કામ કરીને કુલ 24 કિલો વજન ઘટાડી દીધું ખરેખર આ યુવકના વજન ઘટાડવા માટે જે કર્યું છે તે વખાણ પાત્ર છે. આવો તમને પણ આ મામલો વિગતે જણાવીએ કે કેવી રીતે આટલુંબધું બાજં 4 મહિનામાં કેવી રીતે ઘટાડ્યું.
મિત્રો વાત કરીએ તો મેદસ્વિતા બીમારી એક સાયલેન્ટ કિલર હોય છે જે શરીરમાં ચરબીના કારણે અંદરની સિસ્ટમની કામગીરીમાં અવરોધ ઉભા કરે છે. સમય રહેતા તેને કંટ્રોલ ના કરવામાં આવે તો આ જીવલેણ બીમારી હાઇ કોલેસ્ટ્રોલ અને ફૅટી લિવરના જોખમને પણ વધારે છે. આવું જ કંઇક રામંજનૈયુલૂ મલ્લપતિની સાથે થયું. 102 કિલો સુધી વજન વધી જવાના કારણે તેઓના શરીરમાં LDL કોલેસ્ટ્રોલની સાથે ફૅટી લિવરનું જોખમ વધી ગયું હતું. જે બાદ તેઓએ વજન ઘટાડવાનો કઠોર સંકલ્પ કર્યો.
આમ જે બાદ રામંજનૈયુલૂએ લાઇફસ્ટાઇલમાં સુધાર કરીને માત્ર 4 મહિનામાં 24 કિલો વજન ઘટાડી દીધું હતું.જે ખરેખર અવિશ્વસનીય હતું તેઓ જણાવે છે કે, વજન વધવાના કારણે નાની અમથી એક્ટિવિટી બાદ પણ મને થાક લાગતો હતો. 11 ઓગસ્ટ 2022ના રોજ કંપની દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં મને ખબર પડી કે મારું ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું છે અને મારું વજન જેટલું હોવા જોઇએ તેનાથી 25 કિલો વધારે હતું. આ જ દિવસથી મેં મારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો નિર્ણય કરી લીધો.
આમ આ સાથે તેમની ડાયટ વિષે જણાવીએ તો બ્રેકફાસ્ટઃ ઇંડાની સફેદ જર્દી, રાગી જાવા , કાકડી અથવા ગાજરનું સલાડ, સફરજન, દાડમ અને સીતાફળ, તેમજ લંચઃ 1 કપ ચોખા, રોટલી, શાક, સલાડ અઠવાડિયામાં 2 દિવસ 250 ગ્રામ ચીકન, 1 વાર પનીરની સબ્જી આમ ડિનરઃ ઉપમા, ફળ, દાળની સાથે જુવારની રોટલી, રાગી ઢોંસા, ખજૂર આ સાથે પ્રત્યેક ભોજન બાદ છાશ દિવસમાં 3 વખત. તેમજ જણાવીએ તો પોતાના વેઇટલોસ માટે ફૉલો કરેલા વર્કઆઉટ અંગે રામંજનૈયુલીએ જણાવ્યું કે, દરરોજ ચાલીને મેદસ્વિતા ઘટાડવાથી મને ઘણો ફાયદો મળ્યો.
વધુમાં કહ્યું કે હું દરરોજ સવાર સાંજ 1.5 કલાક ચાલવા જઉં છું. આમ આ સાથે કોલેસ્ટ્રોલ અને ફૅટી લિવરના કારણે મારે નિયમિત એક્સરસાઇઝની સાથે ખાન-પાનની આદતોમાં પણ બદલાવ કરવો પડ્યો. શરીરમાં ગંદા અને એક્સ્ટ્રા ફૅટને ઘટાડવા માટે મેં આઇસક્રિમ, તળેલું, મીઠાઇ, કેક અને કોલ્ડડ્રીંકનું સેવન તદ્દન બંધ કરી દીધું. તેમજ ખાસ વાંચો: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, લેખકે દર્શાવેલા ફિટનેસ રિજિમ અને ડાયટ જરૂરી નથી કે તમારાં બોડી-ટાઇપ માટે પણ કારગત નિવડે, તેથી જ હંમેશા તમારાં ફિટનેસ એક્સપર્ટ અને ડાયટિશિયનની સલાહ લો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો