અર્જુન કપૂર-મલાઈકા અરોરા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે
બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવાના છે. મલાઈકા અને અર્જુન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્જુન અને મલાઈકા આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ઈન્ટિમેટ વેડિંગ પ્લાન કરી રહ્યા છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે વર્ષ 2019માં તેમના સંબંધોની જાહેરાત કરી હતી. જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના સંબંધો વિશે ઘણી અફવાઓ પણ ઉડી હતી. એક રિપોર્ટ અનુસાર, અર્જુન અને મલાઈકાએ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
બંને પોતાના લગ્નમાં અમુક ખાસ લોકોને જ આમંત્રિત કરશે. લગ્નમાં તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યોમાં આખો કપૂર પરિવાર સામેલ થશે.
અગાઉ મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અરહાન છે. પરંતુ વર્ષ 2017માં મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના છૂટાછેડા થઈ ગયા. જેના કારણે તે વર્ષ મલાઈકા માટે ઘણું મુશ્કેલ હતું. છૂટાછેડાના થોડા સમય બાદ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. જેના કારણે અર્જુનને ઘણી વાતો સાંભળવી પડી હતી. મલાઈકા અરોરા અર્જુન કપૂર કરતા મોટી છે. મલાઈકા અરોરા 48 વર્ષની છે અને અર્જુન કપૂર 36 વર્ષનો છે.