નાડીયાદના અર્જુનસિંહ એ આપ્યું પોતાના વજન બરાબર અનોખું દાન ! આ દાન માં તેમણે આપ્યું …

સમાજ માં અનેક લોકો દાન  પુણ્ય કરતા જોવા મળે છે ઘણા લોકો કોઈશુભ પ્રસંગે કે કોઈ સામાજિક  બાબતોમાં પણ દાન કરતા હોય  છે દાન કરવાથી કોઈ પણ વ્યક્તિ લુટાઈ નથી જતો દાન કરવું તો સારું ગણાય છે લોકો  અનાજનું દાન , મીઠાઈના દાન ,ગાયો ના દાન , ફૂલ છોડ ના દાન , પૈસાનું દાન, કપડાના દાન , કોઈ તહેવાર આવે તો તેના લાગતું દાન આવા અનેકો દાન વિષે આપડે જાણ્યે જ છીએ

જેઓ બહુ જ પૈસા ધરાવતા હોય તેઓ વ્યક્તિના વજન બરાબર સોનું , ચાંદી , રક્ત  અને અનાજ નું દાન પણ કરતા હોય છે . દાતાઓ દ્વારા આવા દાન કરતા જોવા મળે છે જે મદિરમાં , શાળામાં , ગરીબોમાં પણ આવા દાન થતા હોય છે . પરંતુ ખેડા ના હલદરવાસ માં ધારાસભ્ય અર્જુનસિંહ  વજન બરાબર ચોપડાનું વિતરણ કરવામ આવ્યું હતું .રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ કે જેઓ મોટાભાગના કાર્યક્રમો માં બુકેના બદલે બુકથી સ્વાગત કરો તેવું સુચન કરતા હોય છે .

આવા આપણા કેબીનેટ મંત્રી એ નવી જ દિશામાં આગળ વધવાનું વિચાર્યું છે જે કોઈ પણ કાર્યકમમાં જાય તો ત્યાં તેઓ પુસ્તક ને વધુ મહત્વ આપી બુકેના બદલે પુસ્તકો અપનાવતા હોય છે તેઓ  દ્વારા  હાલમાં જ એક શાળામાં પુસ્તકો વિતરણના સમારોહમાં તેઓ હાજર રહ્યા હતા .ખેડા ની હલ્દરવાસ ની ચોકસી એચ .વી . વિદ્યાવિહાર માં ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે મફત ચોપડા આપવામાં આવ્યા હતા .

જોકે શાળા સંચાલકો દ્વારા આ ચોપડા કઈક અલગ રીતે સ્વીકારયા હતા શાળા દ્વારા કોઈ ખાસ પ્રયોજન કરવામાં આવ્યું હતુ , શાળા દ્વારા મોટો વજનકાટો મંગાવવામાં આવ્યો હતો . જેમાં  એક બાજુ કેબીનેટ મીનીસ્ટર અર્જુનસિંહ ને બેસાડી તેમના વજન બરાબરના  બીજી બાજુ ચોપડા મુકવામાં આવ્યા હતા . ત્યાર બાદ બરાબર ૮૫  કિલો વજનના ચોપડા ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ઓને વિતરણ કરવામાં આવ્યા હતા . આમ આવી અનોખી રીતે દાન કરવામ આવ્યું હતું .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.