બહેન ના લગ્ન નો મંડપ બાંધતી વખતે બે ભાઈઓ ના મોત થતા અરેરાટી મચી ગઈ ! ગુજરાત ના માલપુર તાલુકા ની ઘટના
જેમ તમે જણોજ છે કે રોજ બરોજ લોકોના કોઈ ને કોઈ કારણસર મૃત્યુ થતુજ હોઈ છે અને તેમાં લોકો ઘાયલ પણ થતા હોઈ છે અને ઘણી વાર કોમા માં પણ વઈ જતા હોઈ છે. આમ અકસ્માતમાં અને વિવિધ ઘણા કારણો થી લોકો મૃત્ય પામતા હોઈ છે જેનાથી લોકોને એક શીખ તો મળતીજ હોઈ છે બધીજ બાબત માં સાવધાની રાખવી ખુબજ જરૂરી અને મહત્વ ની હોઈ છે. જેનાલીધે કોઈ મોટું અકસ્માત થતા અટકતું હોઈ છે અને આપણો જીવ પણ સચવાઈ છે.
આજે તમને પણ એક તેવીજ ઘટના વિષે જણાવ્યે કે જેમાં તેમની ભૂલને કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના માલપુર તાલુકાના ઊભરાણ ગામમાં બનેલી ઘટના છે. આમ તે કોંટુંબીક બહેનના લગ્નમાં ગાબટ ગામથી લગ્ન મંડપ બાંધવા આવેલા જ્યાં તે બે કોંટુબીક ભાઈઓને વીજ કરંટ લાગતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું જે જોઈ લોકો પણ હેરાન થઇ ગયા હતા.
આમ લગ્ન મંડપ બાંધવા આવેલા ઉભરાણમાં લોખંડની પાઈપ મુખ્ય લાઈન અટકી જતા ૬ જેટલા મંડપના કારીગરો ને કરંટ લાગ્યો હતો. જેમાંથી બે યુવાનનું ઘટના સ્થળેજ મોત થઇ ગયું હતું. આમ લગ્નના સ્થળે ઘટના બનતા દેવીપુજક નામના સમાજમાં લગ્નની ખુશીની જગ્યા માતમ નો માહોલ ફેરવાય ગયો.
આમ બહેનની લગ્નમાં મંડપ બાંધવા આવેલા આ બે ભાઈઓ ને મોત આંબી ગયો હતો જે ખુબજ દુઃખદ જનક વાત છે. આમ તેઓ કુલ ૬ લોકો ને કરટ લાગવાથી તેમથી બે ભાઈ જે બાયડ તાલુકાના ગાબટ ગામના કિશનભાઈ દિનેશભાઈ દેવીપુજક અને તેનો પિતરાઈ ભાઈ ભલાભાઈ દેવીપુજક ને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. અને પરિવારની લગ્નની ખુશી માતમ માં ફેરવાઈ ગાય હતી.