આર્યન ખાને જણાવ્યું કે, એ રાત્રે ક્રુઝ પર શું ઘટના ઘટી હતીઃ આજે છે કોર્ટમાં સુનાવણી

મુંબઈના તટ પર એક ક્રુઝ શિપમાં રેવ પાર્ટી દરમીયાન કથીત રીતે માદક પદાર્થ જપ્ત થવા સંબંધીત મામલાની મુંબઈની એક કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની જમાનત પર આજે સુનાવણી છે.

આ પહેલા ગુરૂવારના રોજ કોર્ટે આ મામલે આર્યન ખાન અને સાત અન્ય આરોપીઓને 11 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ગુરૂવારના રોજ આર્યન મામલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ આર.એમ.નેર્લિકરે એનસીબીની કસ્ટડી વધારવાની અરજી ફગાવતા કહ્યું કે, અસ્પષ્ટ આધાર પર કસ્ટડી પ્રદાન ન કરી શકાય. કોર્ટે કહ્યું કે, જમાનત અરજી પર શુક્રવારે સુનાવણી થશે.

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ આર્યન ખાન અને અન્ય આરોપીઓની કસ્ટડીનો સમયગાળો વધારવાનો અનુરોધ કરતા દલીલ કરી કે, ષડયંત્રની કડીઓનો ખુલાસો કરવા માટે આરોપીઓને સામનો આ મામલે પકડાયેલા એક અન્ય વ્યક્તિ સાથે કરાવવાની જરૂર છે. જો કે, કોર્ટે આ મામલે મંજૂરી ન આપી.

આ કેસમાં કોર્ટમાં આર્યન ખાને ક્રુઝમાં એ રાત્રે શું થયું હતું તેની સંપૂર્ણ જાણકારી આપી હતી. આર્યનના વકીલે આર્યન દ્વારા કહ્યું કે, હું ક્રૂઝ ટર્મીનલ પહોંચ્યો અને ત્યાં અરબાઝ પણ હતો. હું તેમને જાણતો હતો તો અમે બંન્ને શીપ તરફ એકસાથે આગળ વધ્યા. હું જેવો જ ત્યાં પહોંચ્યો કે, તેમણે મને પૂછ્યું કે શું હું ડ્રગ્સ કેરી કરી રહ્યો છું? મેં કહ્યું કે ના. તેમણે મારી બેગની તલાશી લીધી અને બાદમાં મને ચેક કર્યો પરંતુ તેમને કંઈજ ન મળ્યું. બાદમાં તેમણે મારો ફોન લીધો અને મને એનસીબીની ઓફિસમાં લઈને ગયા. આશરે રાત્રે બે વાગ્યે મને વકીલને મળવાની મંજૂરી મળી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.