ગરીબ પિતા જાણે મર્સિડીઝ કાર ઘરે લઇ આવ્યા હોય, એવો આનંદ બાળકમાં જોવા મળ્યો જુવો વીડિયો

મોટા ભાગે લોકો પોતાના જીવનમાં સુખ સુવિધા પ્રાપ્ત કરવા માટે રાત દિવસ મહેનત કરે છે જેથી તે વધુ માં વધુ પૈસા કમાઈને પોતાની જરૂરીયાત પૂરી કરી સકે અને પોતાના પરિવારને દુનિયાની તમામ સુખ સુવિધા આપી સકે.ભલે માણસ રાત દિવસ મહેનત કરીને ધન દોલત કમાઈ લે પરંતુ તે પોતાની જરૂરિયાતની વસ્તુઓ જ ખરીદી સકે છે તે ખુશીઓ ખરીદી સકતા નથી.

ઘણીવાર આપણને જોવા મળે છે કે ઘણા લોકોની પાસે ખુબ પૈસા હોય છે પરંતુ તેમ છતાં તેમના જીવનમાં કૈક ખામી જોવા મળતી હોય છે.જેનાથી તેઓ ખુશ જોવા મળતા નથી.ત્યાં જ ઘણા ગરીબ લોકો એવા જોવા મળે છે કે જે નાની બાબતોમાં પણ ખુશી મેળવી લેતા હોય છે.જે લોકો અભાવથી પોતાનું જીવન જીવતા હોયછે તેઓનાનીનાની વસ્તુમાં ખુશ અને સુખ બંને પ્રાપ્ત કરી લેતા હોય છે.

જો નાની નાની વાતોમાં ખુશ થવાનું શીખી જૈયે તો આપણે પૈસાનું જીવનમાં કઈ જ કામ નથી કેમકે પરિવાર જો સાથે હોય તો નાની ખુશી પણ આપણને આનંદમાં જીવન જીવતા શીખવે છે.આવો જ નાની બાબતોને લઇ મોટી ખુશી અનુભવ કરાવતો વિડીઓ હમણાં સોશિયલ મીડિયા પણ જોવા મળ્યો છે

.જેમાં આપડે જોઈ સક્યે છીએ કે એક ખુશ્મીજાજનો બાળક તેના પિતા જૂની સાયકલ ઘરે લઈને આવે છે એ જોઇને તે ખુબ ખુશી અનુભવે છે.સોશિયલ મીડિયા પર જે વિડીઓ વાયરલ થઇ રહ્યો છે તેણે જોવા વાળા તમામ લોકોના દિલ જીતી લીધા છે.

આ વિડીઓ જોયા પછી લોકો ભાવુક જોવા મળ્યા છે .આપણે સૌ આ વિડીઓ માં જોઈ સક્યે છીએ કે એક વ્યકતી ઘરની બહાર એક સાયકલ ઉભી રાખે છે.એને માળા પહેરાવીને તેની પૂજા કરતો જોવા મળે છે.સાયકલ જોવામાં જૂની જણાય છે. વીડીઓમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિની પાસે ઉભો નાનો છોકરો જોવા મળે છે.

પૂજા કર્યા બાદ વ્યક્તિ હાથ જોડે છે વીડીઓમાં જોઈ સકાય છે કે એક ગરીબ પિતા અને તેનો નાનો દીકરો ખુબ ખુશ જણાય છે ,દીકરો તો ખુશી થી નાચી રહ્યો છે,ફક્ત એક જ કારણ થી કે તેના ગહરે નવી જુના માંથી સાયકલ આવી છે.પિતા આ સાયકલની પૂજા કરે છે.અને દીકરો ખુશી ના કારણે તાળી પાડીને નાચી રહ્યો છે.

આ વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ મોટા પ્રમાણમાં શેર થઇ રહ્યો છે.આ વિડીઓ જોને ઘણા લોકો એ પોતાની પ્રતિકિયા પણ આપી છે અને સેકડો લોકોએ આ વિદીઓને દિલચસ્પ  જણાવ્યો છે,આ વિડીઓ છત્તીસગઢ ના IAS ઓફિસર અવનીશ શરણે શેર કર્યો છે.

અવનીશ શરણ સોશિયલ મીડિયા પર ખુબ એકટીવ જોવા મળે છે.તેઓ હમેશા પ્રેરણાદાયી અને દિલચસ્પ વિડીઓ અને ફોટો શેર કરતા હોય છે.આ વખતે પણ આ વિડીઓ તેમણે જ શેર કર્યો છે.જે એક પિતા અને તેના બાળકના ખુશીના અનુભવો રજુ કરે છે.

અવનીશ શરણે આ ભાવુક કરી દેનાર વિડીઓ સેર કરતા લખ્યું છે કે “આ ફક્ત જૂની સાયકલ છે ,છતાં તેમના ચહેરા પરની ખુશી જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે તેમણે આજ મર્સિડીઝ કાર ખરીદી હોય.”

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.