સાળંગપુરના પ્રોજેકટ ‘કિંગ ઓફ સાળંગપુર’ અંતર્ગત દાદાની 54 ફૂટ ઊચી મુર્તિ બનવા જઇ રહી છે ત્યારે જુઓ દાદાની મુર્તિના મુખની તસ્વીરો ….

બોટાદમાં આવેલું સાળંગપુર ધામ જગપ્રખ્યાત છે બહુ જ દૂર દુરથી લોકો હનુમાન દાદા ના દર્શન કરવા માટે આવતા હોય છે. રોજ હજારો ની સંખ્યામાં લોકો સાળંગપુર ખાતે દર્શન કરવા આવતા હોય છે, અને શ્રધ્ધાનું બીજું નામ એટ્લે જ સાળંગપુર. દાદા ના દર્શન કરવા માટે અહી લોકો દેશ વિદેશથી આવતા હોય છે. અને અહી દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કસ્ટભંજન હનુમાન દાદાનું સાળંગપુર ધામ આજે બહુ જ પ્રસિધ્ધ ગણાય છે.

હાલમાં સાળંગપુર માં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેકટ પૂર જોશમાં ચાલી રહયો છે.ત્યારે આજે કુંડલધામમા સંતો દ્વારા હનુમાન દાદા ના મુખની આરતી કરવામાં આવી હતી. અહિયાં હનુમાન દાદાની બહુ જ વિરાટ બોર્જની મૂર્તિનું કામ ચાલી રહ્યું છે. આ વિરાટ મુર્તિ 54 ફૂટની છે જેમાં મુર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉથી આવી ગયો છે પરંતુ તેને હજુ ફીટીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે સાળંગપુર ધામ ખાતે કિંગ ઓફ સાળંગપુર તરીકે વિકસાવવાની કામગીરી શરૂ છે ત્યારે 54 ફૂટ ઊચી હનુમાનદાદા ની ભવ્ય મુર્તિ મુકવાની છે. આથી દાદા ના મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડલ ધામમાં આવી ગયા હતા અને આથી સંતો મહંતો દ્વારા હનુમાન દાદાની મુર્તિના મુખનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતુ અને મુખની આરતી ઉતારવામાં આવી હતી.

તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ મુર્તિ હરિયાણાના માનસર ખાતે બની છે. અને હવે મૂર્તિનું કામ પૂરું થયા પછી તેના અલગ અલગ પાર્ટ સાળંગપુર ખાતે આવી રહ્યા છે. ત્યારે આજે મૂર્તિનું મુખ સાળંગપુર ધામમાં આવી પહોચતા મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત  સંતો મહંતો એ આ હનુમાન દાદાના મુખનું ભવ્ય સ્વાગત કરીને પૂજાવિધિ કરી આરતી ઉતારી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *