રાજકોટના ખોડલધામમાં દિવાળી આવતા જ એવો નયનરમ્ય અવકાશી નજારો જોવા મળ્યો કે જાણે આખું આકાશ નીચે જ આવી ગયું હોય…જુવો તસ્વીરો

હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે આથી બાળકો અને વાલીઓને પણ નાના વેકેશન મળી રહયૂ છે. આથી આવા નાના વેકેશનમાં દરેક લોકો ના પ્રવાસો કરવાનું વિચારતા હોય છે અને કામમાંથી થોડો બ્રેક મેળવીને મનને શાંત કરતાં આ હોય છે જ્યારે પણ કોઈ તહેવાર કે વેકેશન નો સમયગાળો આવે ત્યારે લોકો પ્વાસ ગોઠવતા હોય છે. એમાં પણ ભારતમાં તો દેવ દર્શન માટે જાણીતું છે આથી અહી અનેક દેશના લોકો ભારતની સંસ્કૃતિ ને જોવા માટે આવતા હોય છે.

આવા જ એક પ્ર્વાસીય સ્થળ તરીકે રાજકોટમાં આવેલું ખોડિયાર માતાજીનું ધામ છે કે જ્યાં લોકો બહુ જ આસ્થાની સાથે માતાજીનાં દર્શન કરવા માટે આવતા હોય છે. કે જ્યાં ખોડલ માતાનો સાક્ષાત વાસ છે એવું રાજકોટના કાગવાડ ગામ પાસે આવેલું ખોડલધામ આજે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત થયું છે.બહુ જ ઑછા સમયમાં ખોડલ ધામ પ્રસિધ્ધ થયું છે. રાજકોટનું ખોડલધામ ધર્મસ્થાન સાથે સાથે એક સારું પ્ર્વાસીય સ્થળ પણ છે કે જ્યાં લોકો વેકેશન ના સમયમાં અહી મોટા પ્ર્માનમાં માઈ ભક્તોની ભીડ જોવા મળે છે.

હાલમાં દિવાળીનો તહેવાર આવતા કાગવાડ ના ખોડલધામમા પણ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પર્વની ઉજવણીને લઈને મંદિર પરિસરમાં રંગબેરંગી લાઇટો લગાડવામાં આવી છે અને મંદિર ને સજાવવામાં આવ્યું છે. વેકેશન હોવાથી અને તહેવાર હોવાથી દેશ વિદેશથી લાખો ભક્તો માતાજીનાં દર્શન કરવા માટે આવતા હોવાથી વ્યવસ્થાના ભાગ રૂપે દરરોજ 350 થી વધુ સ્વયમસેવકો અને ખોડલ ધામ નો સ્ટાફ સેવા બજાવસે.

દિવાળીના સુભ તહેવારમાં માતાજીને અવનવા વિશિસ્ત રૂપથી શણગારવામાં આવસે અને સાથે જ મંદિરના પરિસરમાં વિવિધ જાતની રંગોળીઓ પણ પૂરર્વામાં આવસે. દિવાળીના પર્વમાં મંદિરના પરિસરમાં પ્ર્વેશદ્વાર પર 25 ફૂટની રંગોળી અને મંદિર નજીક 20 ફૂટની રંગોળી બનાવવામાં આવસે. આ રંગોળી રાજકોટ ખોદલધામ મહિલા સમિતિની બહેનો અને ગોંડલ ખોડલધામ સમિતિના ભાઈઓ દ્વારા તૈયાર કરવામાં આવસે.

ખોડલધામમા માતાજીને ચુંદડી, શ્રીફળ, સુખડી સહિતનો પ્રસાદ ચડાવવામાં આવતો હોય છે આથી ટ્રસ્ટ દ્વારા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સાથે જ માતાજીનાં દર્શને આવતા લોકોને પાર્કિંગ ને લઈને કોઈ મુશ્કેલી આવે નહીં આથી પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્ન્પૂર્ણાલય, બગીચા, શક્તિવન, ચા ઘર, પ્રસાદ ઘર આ તમામ જગ્યાએ સવ્યંસેવકો ઉપસ્થિત રહેસે. સાથે જ ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઇ પટેલે દિવાળી અને નવા વર્ષની શુભકામના આપી છે અને દર્શનાથીઓ માતા ખોડલના દર્શન શાંતિપૂર્ણ માહોલમાં કરે એવી અપીલ કરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *