જમીન મા હલચલ જોવા મળતા જ ખેત મજુર મહીલા એ ખાડો ખોદતા જ જે જોયુ ! પગ નીચેથી જમીન સરકી ગઈ…જાણો..

રોજ અવાર નવાર એવા ચોકાવનારા બનાવ જોતા હોવ છો જે જોઈ તમને પણ વિશ્વાસ આવતો હોતો માંથી અને તમારા પણ હોશ ઉડી જતા હોઈ છે હાલ એક તેવોજ બનાવ સામે આવી રહ્યો છે જેમાં ખેતરમાં જમીન હલતાં લોકોના શ્વાસ અધ્ધર, ખોદીને જોયું તો અંદરથી નીકળી જીવતી બાળકી. જી બાદ પુરા ગામમાં આ વાત ફેલાઈ ગઈ હતી. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી સામી આવી રહી છે જ્યા માતાએ હિંમતનગરના ગાંભોઈમાં આવેલાં એક ખેતરમાં નવજાત બાળકીને દાટી દીધી હતી. જો કે, ખેતરમાં કામ કરતી એક ખેતમજૂર મહિલાએ જમીન હલતી જોતાં તે ડરી ગઈ હતી અને બૂમાબૂમ કરતાં લોકો એકઠાં થઈ ગયા હતા. જે બાદ લોકો દ્વારા જમીન ખોદવામાં આવી તો, તેઓનો આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. કેમ કે, જમીનમાંથી એક જીવતી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં 108ના સ્ટાફ દ્વારા તાત્કાલિક બાળકીને કૃત્રિમ શ્વાસ આપી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના પરથી તમે પણ કહેશો કે આવી માઁ કોઈને ના મળે.

મળતી માહિતી પ્રમાણે આજે સવારે ખેતમજુર હિંમતનગરના ગાંભોઈમાં GEB પાસે હિંમતસિંહ નામના વ્યક્તિનું એક ખેતર આવેલું છે. ખેતરમાં કામ કરી રહયા હતાં ત્યારે. ખેતમજૂર મહિલાને ખેતરમાં જમીન હલતાં જોવા મળી હતી. જેને કારણે તાત્કાલિક મહિલાએ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. મહિલાની બૂમો સાંભળી આસપાસ કામ કરતાં અન્ય લોકો પણ તેની પાસે આવી પહોંચ્યા હતા. તેઓએ પણ જમીન હલતાં જોતાં તમામ લોકોનાં શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આમ જે બાદ જમીન ખોદતાંની સાથે તે લોકોએ જે જોયું તેનો વિશ્વાસ તેઓ કરી શક્યા ન હતા. કેમ કે, જમીનની અંદરથી એક જીવતી બાળકી મળી આવી હતી. જે બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા આ મામલે 108ને જાણ કરવામાં આવી હતી. નવજાત બાળકી મળી હોવાનો કોલ મળતાં જ તાત્કાલિક 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

108ના સ્ટાફ દ્વારા BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપીને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નવજાત બાળકીને ખેતરમાં દાટી દીધી હોવાની વાત વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ હતી. આ મામલે પોલીસ પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *