વડોદરામાં જામ્બુવા બ્રિજ પાસે યુવક કારની બહાર નીકળ્યો જ ટ્રકે તેમને અડફેટમાં લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું… થયું એવુ કે

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના વડોદરામાંથી સામે આવી રહયા છે. જ્યા જામ્બુવા બ્રિજ પાસે બુધવારે મોડી સાંજે ટ્રાફિક હોવાને કારણે યુવક કારની બહાર નીકળ્યો હતો. જે દરમિયાન એકાએક પાછળથી આવેલી ટ્રકે તેમને અડફેટમાં લેતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમના ભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની વાત કરીએ તો અકસ્માતના આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના માંજલપુર વિસ્તારની દરબાર ચોકડી પાસે આવેલી નક્ષત્ર સોસાયટીમાં રહેતા 49 વર્ષિય મુકેશ માધવસિંહ રાજની કરજણ ખાતે મારુતિનંદન નામની જંતુનાશક કેમિકલની દુકાન આવેલી છે. બુધવારે તેઓ કરજણથી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે જામ્બુવા બ્રિજ પાસે ટ્રાફિક હોવાને કારણે તેઓ કારમાંથી નીચે ઊતર્યા હતા. દરમિયાન એકાએક પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે તેઓને અડફેટમાં લીધા હતા અને ટ્રકના પાછળનાં પૈડાં નીચે તેઓ કચડાઈ ગયા હતા. જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળાં વળી ગયાં હતાં. ઘટના અંગે મુકેશભાઈનાં પત્નીને જાણ કરતાં તેમની પત્નીએ મુકેશભાઈના મોટા ભાઈ ઈન્દ્રસિંહને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈન્દ્રસિંહે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.