ચોમાસુ નજીક આવતા ની સાથે જ ગુજરતની આ ખાસ જગ્યાની બોલબાલા વધશે! જાણો ક્યા આવેલી છે આ ખાસ જગ્યા..
તમે દેશને જેટલા વધુ જાણો છો અને જોશો, તેટલો વધુ નવો અને અલગ તમને મળશે. આનું કારણ એ છે કે આવા અમૂલ્ય હીરા દરેક ખૂણે ખૂણે છુપાયેલા છે, જેને શોધવા માટે એક મર્મજ્ઞ અને જિજ્ઞાસુ આંખની જરૂર છે. તમે કોઈપણ દિશામાં જાઓ, તમને ચોક્કસપણે કંઈક અનન્ય મળશે. ખાસ વાત એ છે કે દરેક સિઝન માટે અલગ-અલગ ડેસ્ટિનેશન હોય છે. ઉનાળામાં પર્વતો પર સુખદ અનુભૂતિ થાય છે અને શિયાળામાં સોનેરી રેતી હૂંફ આપે છે. આવી સ્થિતિમાં જો તમારે વરસાદનો લીલો રંગ જોવો હોય તો આખો પશ્ચિમ ઘાટ છે. ગુજરાતથી કેરળ સુધી, દેશના પશ્ચિમ છેડે, તે અરબી સમુદ્રમાંથી ઊગેલા વાદળોને કારણે ત્યાનું વાતાવરણ કંઇક અલગ જ હોય છે. એવામાં જો ગુજરાતમાં આવેલ સાપુતારાની વાત કરીએ તો સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આશરે 1000 મીટરની ઉંચાઈ પર આવેલું એક શાંત અને મનોહર હિલ સ્ટેશન છે. કોઈએ સાચું જ કહ્યું છે કે મંઝિલ કરતાં પ્રવાસ વધુ સુખદ હોય છે. સાપુતારાનો રસ્તો જોઈને તમે આ વાત જાતે અનુભવી શકો છો.
આ હિલ સ્ટેશનને મોનસૂન ફેસ્ટિવલ માટે પરફેક્ટ માનવામાં આવે છે. આ ફેસ્ટિવલ 4 ઓગસ્ટથી શરૂ થયો હતો અને 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. આમાં, અજોડ કુદરતી નજારો સાથે, તમે સુંદર ગીતો અને સંગીત, લોક સંસ્કૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓનો પણ આનંદ માણી શકો છો.
સાપુતારાને ગુજરાતનું મીની કશ્મીર પણ કહેવામાં આવે છે. હાલનું વાતારવણ જોઇને સાપુતારા સહેલાનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કાળઝાળ ગરમીથી કંટાળીને લોકો વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ધુમ્મસ ભર્યા કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યાં છે સાથે-સાથે સમયાંતરે ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા સાપુતારા મીની કશ્મીર જ લાગે છે. અને કુદરતની મજા માણવા માટે લોકોની ભીડ સાપુતારામાં ઉમટી પડી છે.