આશા પારેખએ ગુજરાતના નામનો ડંકો વગાડ્યો! પેહલી એવી ગુજરાતી અભિનેત્રી બની જેને આ મહાન પુરસ્કાર પ્રાપ્ત થશે…

મિત્રો વાત કરીએ તો ફિલ્મી દુનિયાની તો પહેલાના સમય ના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ હાલ એક સારુ જીવન જીવું રહ્યા છે અને તેઓના નામ ખુબજ બોલાય રહયા છે તેવામાં બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ અવૉર્ડ છે. આ અવૉર્ડ એક્ટ્રેસને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પોતાના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. આશા પારેખનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે.

વાત કરીએ તો 79 વર્ષીય આશા પારેખને 68મા નેશનલ ફિલ્મ અવૉર્ડ દરમિયાન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. છેલ્લે, 2019માં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ 22 વર્ષ બાદ પહેલી જ વાર દાદા સાહેબ ફાળકે અવૉર્ડ એક મહિલાને આપવામાં આવ્યો છે. વર્ષ 2000માં સિંગર આશા ભોસલેને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ સાથે આશા પારેખ પહેલાં આશા ભોસલે, લતા મંગેશકર, દુર્ગા ખોટે, કાનન દેવી, રુબી મેયર્સ, દેવિકા રાનીને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 1969માં દેવિકા રાની આ સન્માન મેળવારનારાં પ્રથમ હિરોઈન હતાં.

તમને જણાવીએ તો 2 ઓક્ટોબર, 1942માં જન્મેલાં આશા પારેખ હાલમાં મુંબઈમાં ડાન્સ એકેડમી ‘કારા ભવન’ ચલાવે છે. આ ઉપરાંત સાંતાક્રુઝ, મુંબઈમાં ‘બીસીજે હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર’ પણ ચાલે છે. આમ આશાએ 10 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરિયર શરૂઆત કરી હતી. ફિલ્મ ‘આસમાન’માં ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ ભજવ્યો હતો. ત્યાર બાદ બિમલ રોયની ફિલ્મ ‘બાપ બેટી’માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ ફ્લોપ જતાં તેમણે ફિલ્મમાં કામ ના કરવાનો નિર્ણય કર્યો હતો.

આમ તમને જણાવીએ તો આશાએ 16 વર્ષની ઉંમરમાં બોલિવૂડમાં કમબેક કરવાનો નિર્ણય લીધો હતો. ‘ગુંઝ ઊઠી શહનાઇ’માં તેઓ કામ કરવા માગતાં હતાં, પરંતુ ડિરેક્ટરે એમ કહીને ના પાડી કે તે સ્ટાર મટીરિયલ નથી. જોકે બીજા જ દિવસે પ્રોડ્યુસર સુબોધ મુખર્જી અને ડિરેક્ટર નાસિર હુસૈને ફિલ્મ ‘દિલ દેકે દેખો’ માટે સાઇન કર્યા હતા. આ ફિલ્મમાં શમ્મી કપૂર હતા. ફિલ્મ સુપરડુપર હિટ રહી અને આશા પારેખ રાતોરાત સુપરસ્ટાર બની ગયાં. આ ફિલ્મ બાદ હુસૈને આશાને છ ફિલ્મ માટે સાઇન કર્યા હતા, જેમાં ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’,

તેમજ વધુમાં જણાવ્યે તો ‘ફિર વહી દિલ લાયા હૂ’, ‘તિસરી મંજિલ’, ‘બહારો કે સપનેં’, ‘પ્યાર કા મૌસમ’ તથા ‘કારવાં’ સામેલ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આશા પારેખે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ સાથે આશા પારેખે 95 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. 1999માં ‘સર આંખો પર’ તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશાને 11વાર લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1992માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યાં હતાં.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *