હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે 30 જુન સુધીની મહત્વની આગાહી કરતા જણાવ્યુ કે ” સૌરાષ્ટ્ર અને દક્ષિણ…

હાલ રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ચોમાસાની ગતિ ધીમી પડી રહી છે ત્યારે હાલ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે ખૂબ મહત્વની બાબત જણાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાની અરબ ની પાંખ સ્થગિત હોવા છતાં વરસાદી માહોલ મા સુધારો જોવા મળશે.

હવામાન નિષ્ણાત અશોકભાઈ પટેલે અકીલા ન્યૂઝ ના માધ્યમ થી જણાવ્યુ હતુ કે ૨૩થી ૩૦જૂન સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતમાં હળવો – મધ્યમ – ભારે, અમુક દિવસે છૂટોછવાયો તો અમુક દિવસે સાર્વત્રિક વરસાદ પડશે. આગાહીના સમયની કુલ માત્રા પછ ધી ૭૫ મી.મી., મોટા વિસ્તારોમાં અતિ ભારે વરસાદવાળા સેન્ટરોમાં ૧૫૦ મી.મી. સુધીની શકયતા, ૫૦% સૌરાષ્ટ્ર અને મધ્ય આગાહીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો, હળવો મધ્યમ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે, કુલ ૨૫ થી ૫૦ મી.મી.સુધી તેમજ એકલ-દોકલ સેન્ટરોમાં ૭૫ મી.મી.થી વધુ. બાકીના ૫૦% ગુજરાતમાં છૂટોછવાયો, હળવો મધ્યમ વસશે જેની કુલ માત્રા ૨૫ મી.મી. મધ્ય ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતમાં વરસાદની માત્રા ઘોડી વધુ જોવા મળશે. જયારે કચ્છમાં છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ પડશે. આગાહી નો સમયમાં કુલ માત્રા ૨૫ મી.મી. સુધીની રહેશે.

આ ઉપરાંત તેઓએ જણાવેલ કે ૨૨ જૂન સુધી સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતમાં ઓવરઓલ અત્યાર સુધી વરસાદની ઘટ્ટ રહી છે. જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ૩, ગુજરાત રીજનમાં ૫૨% અને ફકત કચ્છની વાત કરીએ તો ૨૩ જૂન એટલે કે આજ દિન સુધીમાં ૭૦% ઘટ્ટ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં ૧૦૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૫૪ તાલુકાઓમાં ૧૦ મી.મી. કે તેનાથી વધુ વરસાદ થયેલ છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગત ૧૬મીથી અરબી પાંખ પોરબંદરમાં સ્થગિત થયેલ છે. જયારે બંગાળની પાંખ નોર્થ એમપી અને યુપી નજીક પહોંચી છે. આમ, અરબીની પાંખ છેલ્લા ૭ દિવસથી આગળ વધી નથી. હાલ ચોમાસુ ૨૨ ડિગ્રી નોર્થ ત્યાંથી પોરબંદર, વડોદરા, શિવપુરી અને રૂવા સુધી છે.

એક ઓફસોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી છે. એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલે ઝારખંડ, દક્ષિણ પૂર્વે યુપી અને ઓડીશાના આસપાસના વિસ્તારમાં છે. જયારે બીજુ એક અપરએર સાયકલોનીક સરક્યુલેશન મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કિનારાથી પશ્ચિમે ૩.૧થી ૫.૪ કિ.મી.ના લેવલ ઉપર છે.

આવતા દિવસોમાં અરબી સમુદ્ર વાળુ અપરએર સાયક્લોનીક સરકયુલેશન અને ઓડીશા તેમજ આસપાસના વિસ્તારોવાળુ અપરએર સાયક્લોનીક સરક્યુલેશનમાંથી એક સરક્યુલેશન થશે. જેમાં કયારેકે ઈસ્ટ વેસ્ટ સીઅરઝોને મહારાષ્ટ્ર ઉપર છવાય. આ ઈસ્ટ – વેસ્ટ સીઅર ઝોન આવતા દિવસોમાં ઉત્તર તરફ ગતિ કરશે.જેને આનુસાંગિક સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત મા વરસાદ પડશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *