વડોદરામાં યોજાશે એશિયાનો સૌથી મોટો હેરિટેજ કાર શો ! આઝાદી પહેલાની કાર જોઈ તમારી પણ આંખો ફાટીને ચાર થઇ જશે…જુઓ તસવીરો
આજના સમયમાં પણ દુનિયામાં ઘણા લોકો પાસે વર્ષો જૂની ગાડીઓ જોવા મળે છે. આ ગાડીઓને વિન્ટેજ કાર કહેવામાં આવે છે આ પ્રકારની કાર આજે ખુબજ ઓછી જોવા મળતી હોઈ છે. તેવામાં આ બધી પ્રકારની વિન્ટેજ કારનો શો ગુજરાતમાં યોજાવાનો જેમાં દેશના ઘણા મોટા ઉદ્યોગપતિઓ પોતાની વિન્ટેજ કારને લઈને તેની રેલી કાઢશે જે નજારો ખુબજ સુંદર અને જોવા લાયક હશે. આ રેલીમાં ખુબજ જુના સમયી કાર આપણને જોવા મળશે. તેમજ ઘણીં જૂની કારની અમુક તસવીરો પણ હાલ ખુબજ વાયરલ થઇ રહી છે.
જો વાત કરવામાં આવે તો આ શો એક હેરિટેજ શો છે જે ગુજરાતના વડોદરા શહેરમાં શુક્રવારના રોજ યોજાવાનો છે. આ રેલીમાં હેરિટેજ કાર્સનો ખુબજ જમાવડો જોવા મળશે. જોકે આજે સવારે પણ લક્ષ્મીવિલાસ પેલેસથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વિન્ટેજ કાર રેલી યોજાઈ હતી. જેમાં ઉદ્યોગપતિઓ અને રાજવી પરિવારોની 75 કાર સામેલ થઈ હતી. જો તમને જણાવીએ તો આ હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની 1917ની ફોર્ડ કાર સહિતની 75 જેટલી કારનો સમાવેશ થાય છે. 21 ગન સેલ્યૂટ હેરિટેજ એન્ડ કલ્ચર ટ્રસ્ટ દ્વારા લક્ષ્મીવિલાસ પેલેસ અને ગુજરાતના પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ હેરિટેજ કાર રેલીમાં હેરિટેજ કારના શોખીનો દેશના જાણીતા ઉદ્યોગપતિઓની કાર્સ પણ રેલીમાં જોડાઈ છે.
તેમજ જણાવીએ તો આ હેરિટેજ કાર શો માં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ જેમ કે ગૌતમ સિંઘાનિયા જેમની પાસે ( પેકાર્ડ 1107 કૂપ રોસ્ટર) કાર છે તેમજ હર્ષ પતિ સિંઘાનિયા, હર્ષવર્ધન રૂઇઆનો સમાવેશ થાય છે. દિલ્હીના જાણીતા એડવોકેટ અને કાર કલેક્ટર દિલજિત ટિટસની પણ કાર આ રેલીમાં જોડાઈ. આ ઉપરાંત ગુજરાતની પણ કેટલીક કાર્સ, જેમાં જામનગરના ડી.એમ.જાડેજાની સનબીમ રેપિયર, એન.કે. પટેલ, જતીન પટેલની કાર્સ પણ જોડાઇ હતી. આ ઉપરાંત 1938ની રોલ્સ રોયસ, 1948ની હમ્બર, 1936ની ડોજ-ડી-2 આ હેરિટેજ કાર રેલીમાં સામેલ થઈ, જેનું પ્રસ્થાન વડોદરના પોલીસ કમિશનર શમશેર સિંહના હસ્તે કરવામાં આવ્યું હતું.
આમ આ સાથે વાત કરવામાં આવે તો કાર રેલીના આયોજક અને દેશના જાણીતા હેરિટેજ કાર કલેક્ટર મદનમોહને જણાવ્યું હતું કે આ રેલી કેવડિયા ખાતે પહોંચીને બે કલાકના રોકાણ બાદ બપોરે એક વાગ્યાના સુમારે પરત ફરશે. જ્યાર બાદ 6થી 8 જાન્યુઆરી આ ગાડીઓ લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે લોકોને જોવા મળશે. જો તમને જણાવીએ તો આ રેલીઓમાં 1942 jeep ford GPW, 1911 Napier, 1922 Daimler, 1930 Chevrolet depot hack woody1932 Chevy, 1935 Ford Special, 1938 Armstrong Sidley, 1938 Rolls-Royce 25/30 આમ વગેરે ઘણી બધી કાર્સ આ શોમાં જોવા મળી હતી.
તેમાંથી જો સૌથી જૂની કારની વાત કરવામાં આવે તો આ પ્રદર્શનમાં 1948ની બેન્ટલી માર્ક VI ડ્રોપહેડ કૂપ, 1932ની લોન્સિયા અસ્ટુરા પિનિનફેરિના, 1930ની કેડિલેક વી-16, 1928ની ગાર્ડનર વગેરે કાર જોવા મળશે. હેરિટેજ કાર્સમાં અમેરિકા, સ્વિટઝરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સથી આવેલી કાર્સ સામેલ થશે. જેમાં વેટરન અને એડવાર્ડિયન ક્લાસની દુર્લભ કાર જેમાં કોન્ફોર્સમમાં ભાગ લેતી સૌથી જૂની કાર 1902ની છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.