અમરેલીમાં અલ્ટ્રાટેક સિમેન્ટની કંપનીના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ! પોલીસે તપાસ હાથ ધરતા સામે આવ્યું કે…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એન દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ સામે આવી રહી છે તેવામાં જો વાત કરવામાં આવે તો આ આપઘાતની પાછળ ઘણીં વખત કારણ સામે આવતા હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનારની સાથેજ તે દબાઈ જતા હોઈ છે. તેવીજ રીતે હાલમાં એક તેવોજ આપઘાતનો કીસો સામે આવી રહ્યો છે. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં આસિ. વાઇસ પ્રેસિડેન્ટનો ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે. આવો તમને આ આપઘાતનો બનાવ વિગતે જણાવીએ.
આપઘાતનો આ ધ્રુજાવી દેતો કિસ્સો અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકના એક ગેસ્ટ હાઉસથી સામે આવી રહ્યો છે જ્યાં અલ્ટ્રાટેક કંપનીના આસિ. વાઇસ પ્રેસિડેન્ટનો ગળાફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી થવા પામી હતી. વાત કરવામાં આવે તો તેમનું નામ વિનોદ ત્રિપાઠી જે સુરતના માગદલાં ખાતે કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. તેમજ તે દરમિયાન 2 મહિના પહેલા જ ડેપ્યુટેશન પર કોવાયા ખાતે મૂકાયા હતા.
આમ આ દરમિયાન જ વિનોદ ત્રિપાઠીએ કંપનીના ગેસ્ટ હાઉસમાં પોતે જે રૂમમાં રહેતા હતા તે રૂમમાં પંખા સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર વ્યાપી છે. આમ આ ઘટનાને પગલે પારિવારિક કારણે આત્મહત્યા કર્યાની આશંકા સાથે પોલીસે તપાસ આદરી છે. તેમજ મળતી વિગત પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે મૃતક યુપીના ગોરખપુર વિસ્તારના રહેવાસી હતા.
તેમજ ૨ માસ પહેલાં સુરતના મગદલા ખાતે કંપનીના પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા અને હાલ કોવાયામાં ડેપ્યુટેશન પર આવ્યા હતા. બનાવની જાણ થતા પીપાવાવ મરીન પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી છે અને સ્થાનિક સહિતના લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.આપઘાતનું કોઇ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પારિવારિક કારણોસર આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા હોવાથી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.