12 કરોડના ખર્ચે અમદાવાદ નું આ ગાર્ડન 5 સ્ટાર રિસોર્ટને પણ ટક્કર મારે તેવું જોરદાર, જુઓ વિડીયો માઁ ગાર્ડનનું નવું નજરાણું…

વાત કરીએ તો ગુજરાતના લોકો વેકેશનમાઁ હારવા ફરવા તેમજ ઘરની બહાર નીકળીને નવી નવી જગ્યાએ જવાનું ખુબજ પસંદ કર્તા હોઈ છે. તેવમાં હાલ અમદાવાદમાં 5 સ્ટાર રિસોર્ટને ટક્કર મારે તેવું જોરદાર ગાર્ડન, યંગસ્ટર્સના ફોટોશૂટ માટે બેસ્ટ પ્લેસ છે. તમે આ ગાર્ડનનો નજારો જોઈ ચોકી જશો. આ ગાર્ડનનું નામ પરિમલ ગાર્ડન છે જે અમદાવાદ સોંથી પહેલું ગાર્ડન હતું. AMC દ્વારા રિસોર્ટને પણ ટક્કર મારે તેવો આ અત્યાધુનિક પરિમલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. રિ-ડેવલપમેન્ટ બાદ પરિમલ ગાર્ડનની કાયા પલટ થઇ ગઇ છે અને હવે અમદાવાદીઓને આ ગાર્ડન માં રિસોર્ટ જેવી જ મજા મળશે.

વાત કરીએ તો સાથે આ પહેલું એવું ગાર્ડન હશે કે જેમાં ડોગ સાથે પણ પ્રવેશ મળશે. 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું રૂ. 12 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવીએ કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું રૂપિયા 12 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. 35 હજાર ચોમી વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, આધુનિક જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન, સિનિયર સિટીઝન માટેની અલગ વ્યવસ્થા અને પેટ ડોગને લઇ જવા માટે પણ સ્પેસિફિલ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા પીપીપી ધોરણે પરિમલ ગાર્ડન તૈયાર કરાયું છે. 50 વર્ષ જૂના આ પરિમલ ગાર્ડની કાયા પલટ કરી દેવાઇ છે. આથી, હવે શહેરના અન્ય ગાર્ડનો કરતાં પરિમલ ગાર્ડનની સુંદરતા કંઇક અલગ જ હશે.

તેમજ વાત કરીએ તો લગભગ 13,000 ચો.ફૂટનો ધ્યાન અને મેડીટેશન એરીયા વિવિધ પ્રકારના કમળ અને માછલીઓ સાથેનું કમળ સરોવર. સરોવરની આસપાસ નિરાંતથી બેસી શકાય તેવી 100 ટેરાઝો બેન્ચ (બાંકડાઓ) કે જેના પર 500 લોકો બેસી શકે છે. ઇકો-ફ્રેન્ડલી વોક વે કે જે ચાલવા માટે અનુકૂળ છે તેમજ ઘૂંટણ પર વધારે ભાર ન આવે તે રીતે બનાવાયા છે.

1450 ચો.ફૂટ ને આવરી લેતો પ્રદર્શન, કે કલાકૃતિઓના સ્ટોરેજ માટે આદર્શ એવો નેચર કોરર (રંગમંચ) બે માળનું અદ્યતન ઇક્વિપમેન્ટ સાથેનું પુરુષો અને મહિલાઓની અલગ અલગ વિભાગ ધરાવતું જીમ્નાશિયમ કે જે બાળકો માટે પણ ડેડીકેટેડ જીમ ધરાવે છે જેથી તેમને એક્ટિવ અને ફીટ રહેવા માટે પ્રોત્સાહિત કરી શકાય સાથે જ ગાર્ડનને એવી રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે, જેથી નાગરિકો તેમના પાળતું શ્વાન કે અન્ય (પેટ) સાથે પણ બગીચામાં હરી ફરી શકે જે તેને ભારતના આવા કેટલાક જાહેર પેટ પાર્ક માનો એક બનાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.