માત્ર 32 વર્ષ ની ઉમરે આ યુવતી 10 પ્રાઇવેટ જેટ ની માલિકીન છે ! કરે છે એવો બિઝનેસ કે જે અંબાણી, અદાણી પણ નથી કરતા…
જો હિમત હોય અને કઈક કરી બતાવવાનું જનુન હોય તો વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે . જો નિર્ણય પાક્કો હોય ને તો જમીન સુ તમે આકાશને પણ અડવાની શકતી ધરાવો છો .કહેવાય છે ને ગોતવાથી તો ભગવાન પણ મળી જાય છે તો પછી આપણા સપના પુરા કરવા એ તો નાની વાત જ ગણાય . જેમ આપડે મહેનત કરશું તેમ સફળતા સામેથી આપડી પાસે આવશે.
હિમત અને મહેનતથી તમે તમારા જીવનમાં દરેક બાબત કરી શકો છો જે તમને ઉચા મુકામ પર લઇ જઈ સકે .JETSETGO ની ફાઉન્ડર કનિકા ટેકરીવાલ આ વાત નો જીવતો જાગતું સબુત ગણી સકાય .૨૧ વર્ષની ઉમરમાં તેણે કેન્સર જેવી બીમારી ને માત આપી હતી .ત્યાર બાદ ૨૨ વર્ષની ઉમરમાં તેણે એક એવિએશન બેસ્ડ સ્ટાર્ટઅપ શરુ કર્યું અને ૩૨ વર્ષની ઉમરે તેમની પાસે ૧૦ પ્રાઇવેટ જેટ છે ,
આજ અમે તમને આ સસક્ત મહિલા ની સફળતા ની કહાની બતાવા જઈ રહ્યા છીએ .કનિકા ટેકરીવાલ એ સાઉથ ઇંડિયામાં સ્કૂલનો અભ્યાસ કર્યો અને પછી મુંબઈ આવી ઇકોનોમિકસ માં અન્ડર ગ્રેજ્યુએટ અને ડીઝાઇન માં ડીપ્લોમાં કર્યું . મારવાડી પરિવાર માં જન્મેલી કનિકા MBA ગ્રેજુએટ છે , તેના પિતા રીયલ એસ્ટેટ અને કેમિકલ નો વ્યવસાય કરે છે .
JETSETGO ની શરૂઆત ૨૦૧૨ માં થઇ હતી . આ કંપની એક પ્લેન એગ્રીગેટર છે ,જે માલીકો માટે વિમાનોનું સંચાલન અને ઉડાન કરે છે .ઉપરાંત , કંપની લોકો ને ભાડેથી વિમાન અને હેલીકોપ્ટર ની સેવા પણ આપે છે . કનિકા JETSETGO ને ‘ ઉબેર ઓફ ધ સ્કાય ’ પણ કહે છે .
કનિકા કહે છે કે મારા મગજ માં આ વિચાર છેલ્લા ૩ વર્ષથી ચાલતો હતો પરંતુ જયારે મેં કામ કરવાનું શરુ કર્યું ત્યારે મને મારા કેન્સર હોવાની જાણ થઇ અને તેનું નિદાન કરાવ્યું આ કારણે મારે તે થોડુ મોડું થયું ,સદભાગ્યે જયારે હું સાજી થઇ તયારે આવું કામ દેશમાં કોઈએ શરુ કર્યું નહોતું .
આ સ્ટાર્ટઅપ ભારતભરમાં વિમાન અને હેલીકોપ્ટર ઉપલબ્ધ કરાવે છે . આ સાથે તે ઈલેક્ટ્રીક વર્ટીકલ ટેક –ઓફ અને લેન્ડીંગ એરક્રાફ્ટ નો ઉપયોગ કરીને ભારત માં એન્ટર સીટી કનેક્તીવીતી સાથે એર ટેક્સીમાં તે અગ્રેસર છે . તે મિક્સ ટેક્નોલોજી , યુનિક મરામત અને સ્માર્ટ મેનેજમેન્ટ નો ઉપયોગ કરે છે , આ જાણવણી ખર્ચ ઘટાડે છે .
એર ટાઇમ પણ વધે છે અને ગ્રાઉન્ડ ટાયમ ઘટે છેઆનાથી માત્ર માઈલેજ જ નહિ પરંતુ વિમાનની કિમત પણ ઘણી ઘટી જાય છે . કનિકા એ જયારે એવિએશન માં રીસર્ચ કર્યું તો તને જાણવા મળ્યું કે મોટા ભાગના વિમાનો નો ઉદ્યોગ દલાલો અને ઓપરેટરો થી જ ભરેલો છે .જો કોઈ નાના વિમાનનો ઉપયોગ કરવા માંગે તો તેણે દલાલ કે કોઈ વચેટિયા નો સંપર્ક કરવો પડતો હોય છે ,
જે વિમાન કે હેલીકોપ્ટર માટે સીફારીશ કરીને બહુ મોટુ કમીશન મેળવતા હોય છે .કનિકા આવા ઘણા લોકો ને મળી જેનું કહેવું હતું કે ભારત માં પ્રાઇવેટ જેટ બુકિંગ કરવાનો અનુભવ ખુબ ખરાબ રહ્યો હતો .ઘણા પ્રાઇવેટ ઓનરો એવા પણ હતા કે જે વિમાનમાં આવતા ખર્ચા ને તેના વધતા ભાવથી કંટાળી ને આવી સેવા બંધ કરીં રહ્યા હતા .
એવામાં કનિકા એ ટ્રાન્સપેરેન્સી લાવવાનું અને વિમાનને ભાડેથી આપવામાટે JETSETGO ની શરૂઆત કરી .સ્માર્ટ ટેકનીક , ખર્ચાઓ ઓછા અને પૂર્વાનુમાન ટેકનોલોજી ની સાથે JETSETGO સેફટી અને દરેક સમયે હાજર એવું સાબિત કરતુ. કનિકા વિમાની સેવા ને ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટ બનવા માંગે છે