માત્ર 6 વર્ષની ઉંમરે આ બાળકી યૂટ્યૂબ પર મચાવી રહી છે ધમાલ, કરે છે કરોડો રૂપિયાની કમાણી… જાણો તેની સફળતા
જેમ તમે જાણોજ છો આજના આધુનિક અને ઈન્ટરનેટ વાળા સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ખુબજ ઉપયોગ કરતા થયા છે તેમજ યૂટ્યૂબમાં પણ લોકો જાણવા જેવું, સાયન્સ, મનોરંજન વગેરેના વિડિઓ બનાવી લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહયા છે. હાલ એક તેવીજ 6 વર્ષની બાળકી વિશે વાત કરીશું જેના યૂટ્યૂબ ચેનલ પર 3 કરોડ જેટલાં સબ્સ્ક્રાઈબર્સ છે અને આજે જીવે છે એક આલીશાન જીવન ચાલો તમને તેના વિશે જણાવીએ.
વાત કરીએ તો દક્ષિણ કોરિયાની માત્ર છ વર્ષની બાળકીએ વીડિયો શેરિંગ સાઈટ યુટ્યુબ પર ધૂમ મચાવી નાખી છે. તે સતત યુટ્યુબ પર અલગ-અલગ વીડિયો પોસ્ટ કરતી રહે છે. જે લોકોને ઘણાં પસંદ આવે છે. આ કારણે તેની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. જ્યારે હવે તે એક અલગ કારણે ચર્ચામાં છે. છ વર્ષની આ બાળકીનું નામ બોરમ છે. જે યુટ્યુબ પર બે ચેનલ ચલાવે છે. આ ચેનલના માધ્યમથી તેને નાની ઉંમરમાં 55 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ રૂપિયાથી તેને રાજધાની સિયોલમાં પાંચ માળનું એક ઘર ખરીદ્યું છે. જે 258 વર્ગમીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ ઘરનો ઉપયોગ બોરમના પરિવારની કંપની કરી રહી છે.
તેમજ બોરમના યુટ્યુબ ચેનલો પર 3 કરોડથી પણ વધુ સબ્સક્રાઈબર છે. બોરમની પહેલી ચેનલ એક ટોય રિવ્યૂ ચેનલ છે. જેના 1.36 કરોડ સબ્સક્રાઇબર્સ છે. જ્યારે બીજી ચેનલ વીડિયો બ્લોગ છે. જેના 1.76 કરોડ સબ્સક્રાઇબર્સ છે. બોરમના યુટ્યુબ વીડિયો દક્ષિણ કોરિયામાં ઘણા પસંદ કરવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ મુજબ બોરમની લોકપ્રિયતા એટલી બધી વધારે છે કે, તેનો એક વીડિયો તો 37.6 કરોડ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં બોરમ પ્લાસ્ટિક ટોય કિચનમાં ઝડપથી નૂડલ્સ બનાવતાં જોવા મળી રહી છે. જોકે રિપોર્ટ પ્રમાણે બાળકોમાં યુટ્યુબ દ્વારા સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ અમેરિકાની 7 વર્ષની રિયાજ કાઝીના નામે છે. જેને 152 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.