બુધવારે મધરાતે વાવઝોડા જેવો માહોલ, સુરતમાં ૧ ઇંચ અને માંગરોળ માં ૨.૫ ઇંચ ભારે વરસાદ વરસ્યો ! તેમજ હવામાન વિભાગે કહ્યું કે અગામી ૨ દિવસોમાં…

હાલ છેલ્લા ઘણા દિવસો થી ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં સતત છુટ્ટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. આ વર્ષે જોઈએ તો ચોમાસું તેના સમય પહેલાજ આગમન થઇ ચુક્યું છે અને ખુબજ મેહ વરસાવી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે વધુ ૪ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નાં અમુક જીલ્લાઓમાં ભારે તેમજ સામાન્ય વરસાદ થવાની અગાહિ છે. વરસાદને લીધે ઘણા જીલ્લાઓમાં વાતાવરણમાં અનેરી ઠંડક પહોચી છે.

અને લોકોને આવી કાળઝાળ ગરમીથી રાહત મળતી જોવા મળે છે. તેમજ બુધવાર મોડી રાત્રે સુરત શહેર જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. વાત કરીએ તો કુલ ૮૪ તાલુકામાં અઢી ઇંચ, ઉમરપાડામાં સવા બે ઇંચ, માંગરોળ તાલુકામાં પોણા બે ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો, તેમજ સુરત શહેરની વાત કરીએ તો ત્યાં ૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

જોકે આમ મોડીરાત સુધી વરસાદ થવાને લીધે ગુરુવારે દિવસભર ઉઘાડો રહ્યો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં ખાલી ઝાપટા જ પડ્યા હતા. તેમજ માંડવી માં ૨૬ મીમી, સિટીમાં ૨૨ મીમી, મહુવામાં ૧૮ મીમી, કામરેજમાં ૧૧ મીમી અને ઓલપાડમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.

આમ સવારે ભેજનું પ્રમાણ ૮૯ ટકા અને સાંજે ૬૮ ટકા રહ્યું હતું. તેમજ ખુબજ પવનને કારણે શહેરના નવજીવન સર્કલ પાસે એક ઝાડ તૂટી પડ્યું હતું. તેમજ ગોપીપુરમાં એક જજર્રિત મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. હવામાન નિષ્ણાતનાં જણાવ્યા અનુસાર દક્ષીણ ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અંબાલાલ પટેલે ખેડૂતો માટે કહ્યું કે આદ્રા નક્ષત્ર માં વાવણી કરવી હિતાવહ રહેશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.