એક સમયે સુરતના મનજીભાઈ ધોળકીયાએ 500 કરોડની લોન એક જાટકે પોતાની મિલકતો વેચીને ભરી દીધી હતી ! આવુ કરવા પાછળનું કારણ..

આજકાલ વર્તમાન-પત્રોમાં, સમાચારો વગેરે માધ્યમોમાં આપણે વાંચીએ અને જોઈએ છીએ કે કેવા લોકો અવાર-નવાર હજારો લાખો કરોડોનાં ઘપલા કરી નાસી છૂટે છે. હાલના સમયમાં પ્રમાણિકતાથી રોજગાર ચલાવનારા લોકો ખૂબ ઓછા રહ્યા છે એવા સમયમાં જો તમને એમ કહેવામાં આવે કે કોઈએ પ્રમાણિકતાથી લીધેલી લોનની સંપૂર્ણ રકમ પરત કરી આપી તો તમને ખૂબ જ નવાઈ લાગશે. તો ચાલો તમને આજે સૌરાષ્ટ્રનાં એક ખેડૂતના દિકરાએ કેવી પ્રમાણિકતા દેખાડી તેનો એક કિસ્સો રજૂ કરીએ.અવાર નવાર બનતા નકારાત્મક કિસ્સાઓ વચ્ચે એક ખુબજ સકારાત્મક કિસ્સો સુરતથી સામે આવ્યો છે.

આમ જોવા જઈએ તો આ કિસ્સો એક ઉદ્યોગપતિનો છે જેની શરૂઆત ૧૯૭૬થી થાય છે. સૌરાષ્ટ્ર સ્થિત અમરેલી પાસે આવેલાં લાઠી ગામથી મનજીભાઈ ધોળકિયા સુરત કોઈ કામ ધંધાની શોધમાં આવેલાં, જ્યાં તેમને વ્યવસાય તરીકે હીરા પોલિશ કરવાનું કામ પસંદ કર્યું હતું. સખત પ્રમાણિકતા અને કામ કરવાની ધગસને કારણે તેમને ૭ વર્ષોની અંદર ખુદની એક નાની કંપની ભવાની જેમ્સની શરૂઆત કરી આ વર્ષ હતું ૧૯૮૮.

પોતાની લગન અને પ્રમાણિકતાનાં કારણે પેહલા જ વર્ષે તેમની કંપનીનું ટર્નઓવર ૨૮ કરોડ હતું. પોતાની ભવ્ય સફળતા જોઈ તેમને વિચાર આવ્યો મુંબઈમાં પણ પોતાની કંપનીની એક બ્રાંચ ખોલવા માટે, આ રીતે તેમણે કરેલી શરૂઆત તેમને સુરત થી મુંબઈ અને પછી મુંબઈથી વિદેશો સુધી લઈ ગઈ હતી. આ રીતે મનજીભાઈ ધોળકિયા એક પછી એક સફળતાની સીડીઓ ચડી રહ્યા હતા.તેમને પોતાનો આ ધંધો વધુ ને વધુ વિકસાવવો હતો જેથી તેઓએ બેન્કો પાસેથી લોન લીધેલ હતી. હવે મનજીભાઈ ધોળકિયાની કંપનીનું ટર્નઓવર રૂ.૧૨૦૦ કરોડ થતું હતું.

આ દરમિયાન તેઓ લોનની રકમની નિયમિત ચૂકવણી કરતા હતા, પરંતુ પેઢીઓ અને બેન્કો ઉઠી જવાના સમાચારો સામે આવા લાગ્યા. મનજીભાઈ અતિ પ્રમાણિક અને ઈમાનદાર હોવાના કારણે તેમને ભયની લાગણી ઊભી થવા લાગી કે, જો હું બેન્કોની રકમ ચૂકતે નહિ કરું તો મારું મન શાંત રહી શકશે નહિ.જાણવાની વાત એ છે કે તેમની આ કંપની ને ૨૮ કરોડ થી ૧૨૦૦ કરોડની કંપની બનાવતા તેમની ઉંમર ૬૦ વર્ષ થઈ ચૂકી હતી. પણ તેમનો દ્રઢ સંકલ્પ એવો હતો કે ભલે ધંધો ઘટાડવો પડે કે પછી કંપની વેંચવાનો વારો આવે હું પૂરી રકમ ચૂકતે કરીને જ જંપીશ. તેમને લોનની બધી જ વિગતો કઢાવી અને ચૂકતે કરી આપી. જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ૫૦૦ કરોડ રૂપિયાની લોન પણ સામેલ હતી. વધુમાં જણાવીએ તો મનજીભાઈ ધોળકિયા નું હુલામણું નામ “મનજી રૂડા” છે, ઉપરાંત તેમની કંપનીએ વિશ્વનો સૌથી નાનો હીરો બનાવવાનું અસાધ્ય કામ કરેલું છે, વધુમાં તેઓ ટ્રસ્ટ પણ ચલાવે છે જે ગામડામાં ઊંચી ગુણવત્તા વાળું શિક્ષણ મળે તેના માટે કાર્ય કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *