એક સમયે પ્રેક્ટીસ મા પહેરવા શુંઝ પણ નહોતા ચેતન સાકરીયા આજે ક્રિકેટ મા કરે છે કરોડો ની કમાણી…જાણો…
દેશની સોંથી જાણીતી અને લોકપ્રિય ક્રિકેટ લીગ આઈપીએલમાં ખેલાડીઓની નીલામી થઇ. જેની અંદર ખુબજ ટેલેન્ટેડ ખેલાડીઓ પણ ખરીદવામાં આવ્યા હતા. આ આઈપીએલ માં ખુબજ વધુ કિંમત એક ખેલાડીની પસંદગી થઇ અને જે એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેવો ચેતન સાકરીયા જે ભાવનગર નું જાણીતું ગૌરવ બની ગયો છે અને તેમના ચાહકો પણ ભાવનગર સહીટ પુરા રાજ્યમાં તથા દેશ ભરમાં જોવા મળી રહ્યા છે આવો તમને તેમના સંઘર્ષ અને જીવન સાથે જોડાયેલી અનોખી વાતો વિષે જણાવીએ.
ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા ૧.૨ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. અને તેમજ ચેતનની આઈપીએલ સુધી પહોચવાની સફર ખરેખર ખુબજ અઘરી અને અધભુત હતી. તેને પોતાના જીવનમાં ખુબજ તકલીફો ઉઠાવી છે અને મહેનત કરી આ સફળતાનું ફળ હાંસિલ કર્યું છે ચેતન સાકરીયા મૂળ ભાવનગરનાં વરતેજ ગામના વતની જે ખુબજ સાધારણ પરિવારમાંથી આવે છે ચેતનને બાળપણ થીજ ક્રિકેટ પ્રત્યે ખુબજ રૂચી હતી. તેમજ ચેતનને આજે સોંરાષ્ટ્રનો સોંથી ફાસ્ટ બોલર તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યારે તેની આઈપીએલમાં રાજસ્થાન રોયલની ટીમ માં સિલેકશન થયું ત્યારે તેમના પરીવાર અને સમગ્ર ભાવનગર ખુબજ ખુશ થયું હતું અને બધાજ લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા હતા. તેમજ તેની આર્થીક હાલત ખુબજ નબળી હતી ઘરમાં પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલક છે અને હાલમાંજ કોરોના કાળમાં તેમના પિતાનું દુઃખદ નિધન થયું હતું. અને માંતા પોતે ગૃહિણી છે અને માત્ર ૨૨ વર્ષની ઉમરેજ ગુજરાતનો સોંથી મોંઘો ખેલાડી તરીકે ૧.૨ કરોડમાં રાજસ્થાનની ટીમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો છે.
તેની બેસ પ્રાઈઝ ૨૦ લાખ રૂપિયાથી શરુ થતી હતી પરંતુ તેની પર્ફોમન્સના કારણે તેની બોલી લાગી અને ૧.૨ કરોડ માં છેલ્લે તે ખરીદાયો હતો. જે પછી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જ્યારે તેમના મામા કે જેનો ચેતન પ્રત્યે ક્રિકેટને ખુબજ સપોર્ટ હતો તને ચેતનને પાર્ટ ટાઈમ જોબ કરાવીને પણ તેને ક્રિકેટ રમવા માટે મદદ કરતા તે પણ ખુબજ ખુશ થયા હતા.