માત્ર 14 વર્ષ ની ઉંમરે કેબીસી મા બન્યા હતા વિનર ! આજે છે ગુજરાત મા IPS….
આપણે બહુ બધા રિયાલિટી શો જોતા હોઈએ છીએ અને તેમાં પણ “કૌન બનેગા કરોડપતિ “શો પણ જોયો હસે. જેમાં ભાગ લેતા દરેક પ્રતિસ્પર્ધી પોતાના હુનર દેખાડતા હોય છે.અને દુનિયામાં નવી જ ઓળખ ઊભી કરતા હોય છે. “કૌન બનેગા કરોડપતિ” શોનું હોસ્ટ આપણા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. અને આ શો બહુ જ પ્રખ્યાત થયો છે. અનેક લોકો આ શો જોતા હોય છે.આ શોમાં અનેક લોકો ભાગ લઈને પોતાનું નસીબ ખોલી નાખતા હોય છે અને વિજેતા બનતા હોય છે
અને કરોડોના ઇનામો જીતી લેતા હોય છે. તમે જાણતા હસો કે બહુ સમય પહેલા કૌન બનેગા કરોડપતિ ના શોમાં નાના બાળકોને પણ ભાગ લેવાની અનુમતિ મળી હતી.જેને KBC જુનિયર ના નામે ઓળખવામાં આવ્યું હતું. અને તેમાં ૨૦૦૧ માં રવી મોહન નામનો બાળક આ શો નો વિજેતા બન્યો હતા.અને આજે તે દેશના આઇપીએસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમને પહેલા માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં kbc જુનિયર નો કિતાબ પોતાના નામે કર્યો અને કરોડપતિ બન્યા અને હવે દેશમાં આઇપીએસ અધિકારી બની ગયા છે.
વર્ષ ૨૦૦૧ માં કેબીસી જુનિયર ના વિજેતા રવિ મોહનએ માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ આ કિતાબ હાંસિલ કર્યો હતો.અને જ્યારે આ ઉંમરે બાળકો માત્ર અભ્યાસ માટે વિચારે છે ત્યારે તેમણે કેબીસી નો કિતાબ પોતાના નામે કર્યો હતો. જે બહુ જ પ્રસંશનીય બાબત ગણાવી શકાય છે.કેમકે આટલી નાની ઉંમરે તેમણે પોતાની આવડત ના કારણે બહુ મોટું કામ કર્યું હતું.તે સમયે તેમણે ૧ કરોડ રૂપિયા જીત્યા હતા.
રવિ મોહનની અંદર પહેલા થી જ દેશ માટે કરી બતાવવાનો જુસ્સો જોવા મળતો હતો.અને આથી જ તેમણે ૨૦૧૪ માં UPSC માટેની તૈયારી શરૂ કરી દીધી.અને તેમાં સારા ક્રમાંક પણ મેળવ્યા.જેના કારણે તે આજે આઇપીએસ ઓફિસર બની ગયા હતા અને બહુ સારી રીતે મન લગાવી ને દેશની સેવા કરી રહ્યા છે.તેઓ તેમના સરળ સ્વભાવના કારણે પણ ઓળખવામાં આવે છે.