53 વર્ષની વયે મહિલાએ દીકરીઓ સાથે ધોરણ 10ની પરીક્ષા આપી, અને પાસ થઈ લોકોને નવી પ્રેરણા પૂરી પાડી.

કહેવાય છે ને કે ભણવાની કોઈ ઉંમર નથી હોતી, કેમકે જ્ઞાન એ કોઈ પણ ઉંમરે મેળવી શકાય છે.અનેક લોકો એવા પણ જોવા મળે છે જે નાનપણમાં કોઈ કારણસર વધુ અભ્યાસ કરી શકતા નથી. ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ માં કારણે પણ ભણતર છોડવું પડે છે.ઘણા લોકો યુવાનીમાં અભ્યાસ પૂરો કરી શક્યા હોતા નથી અને પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જતાં હોય છે.જેના કારણે આગળ અભ્યાસ થઈ શકતો નથી.

પરંતુ જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનું નક્કી કરી લે તો તે કરી શકવાની તાકાત ધરાવે છે.અને મંજિલ મેળવીને જ જંપે છે.જો કોઈ ઈચ્છે તો પોતાની અધૂરો અભ્યાસ પૂરો કરી શકે છે.તેની સામે ઉંમરની કોઈ સીમા જોવા મળતી નથી.આવી જ એક મિસાઈલ આ મહિલાએ કાયમ કરી છે.આ મહિલાએ ૫૩ વર્ષની ઉંમરમાં ૧૦ મુ ધોરણ પાસ કરી બતાવ્યું છે.અને લોકોને એક પ્રેરણા પૂરી પાડી છે.હાલમાંજ ત્રિપુરાની શીલા રાની એ ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા પાસ કરી છે.

ત્રિપુરામાં રહેનારી શીલા રાનીએ આ વર્ષે જ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી અને તેમાં પાસ પણ થઈ ગયા.જ્યારે તેમની ૨ દીકરીઓએ આજ વર્ષે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી હતી.હાલમાં જ ત્રિપુરા બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં માતા અને દીકરીઓ બંને ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં પાસ થઈ અનોખી મિસાઈલ કાયમ કરી હતી.

શીલા રાની દાસ ના લગ્ન બહુ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા. તેમને અભ્યાસ પર્ત્યે બહુ જ રુચિ હતી.એવામાં એમના લગ્ન થઈ ગયા હતા પરંતુ લગ્નના થોડા સમય માં જ તેમના પતિનું અવસાન થઈ ગયું.જેના લીધે શીલા રાની પણ ઘરની જવાબદારી અને બંને દીકરીઓના પાલન પોષણ ની જવાબદારી આવી ગઈ.શીલા રાની દાસ એ દિવસ રાત એક કરીને બંને દીકરીઓને સારું પાલન પોષણ આપ્યું અને સાથે બંને ને અભ્યાસ પણ કરાવ્યો. આ સાથે તેમને પણ પાછળ છૂટી ગયેલો અભ્યાસ પૂરો કરવાનો ખ્યાલ આવ્યો.

આથી શીલા રાની ની દીકરીઓને તેમના આ નિર્ણય માં સાથ આપી તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું, જેના કારણે શીલા રાની એ હાલમાં ૫૩ વર્ષની ઉંમરે ધોરણ ૧૦ પાસ ની પરીક્ષા આપી.આમ શીલા રાની એ અભયનગર સ્મુતી વિદ્યાલય માં એડમીશન લીધું અને બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરવા લાગી.જ્યાર પછી તેઓએ પરીક્ષા આપી અને તેમાં સફળ પણ થઈ .શીલા રાની દાસ ની આ સફળતાથી તેમની દીકરીઓ બહુ ખુશ છે.સાથે જ જણાવી દઇએ કે શીલા રાની હવે ધોરણ ૧૨ ની પરિક્ષા માટે તૈયારી કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.