85 વર્ષે દાદા એ પોતાની નવી કાર લેવાનું સપનુ કર્યુ પૂરું! વિડીઓ જોઈ આંખમા આંસુ આવી જશે…

જીવનમાં કોઈ પણ કામ જો પહેલીવાર કરવામાં આવે છે તો તે ખાસ બની જતું હોય છે.પરંતુ આપણને તે ખબર નથી હોતી કે તે સમય ક્યારે આવશે .લોકો પોતાના સપના પૂરું કરવા રોજમરોજ પ્રયત્ન કરતા રહેતા હોય છે. ઘણા લોકો મોટા સપના જોતા હોય છે તો ઘણા લોકો નાના નાના સપના જોઈ તેને પૂરા કરવાની કોશિશ કરતા હોય છે.હાલમાં એક એવું જ ઉદાહરણ સામે આવ્યું હતું કે જેમાં ગુજરાત ના એક વૃધ્ધ વ્યક્તિ એ પોતાના સપનાને પૂરું કરતા જોવા મળ્યા. આ વૃદ્ધ વ્યક્તી એ પોતાની પત્નીની સાથે મળી એક સ્ટાર્ટઅપ કંપની ખોલી અને જ્યારે તેઓને આ કંપની માંથી સફળતા મળી તો તેઓ એ જીવનમાં પહેલી વખત ૮૫ વર્ષ ની ઉંમરે કાર ખરીદી અને પોતાના સપનને પૂરૂ કરી લોકો ને પોતાનો આનંદ દર્શાવ્યો.


આ એક બહુ જ સરસ ઉદાહરણ તેમને પૂરું પડ્યું છે કે લોકો એ પોતાના સપના પુરા કરવામાં. જો થોડી વાર લાગે તો તેમને તેને છોડી ના દેતા તેના જીવનમાં અંત સુધી તે સપનાને પૂરું કરવાની કોશિશ કરતા રહેવી જોઈએ. ગુજરાત માં ‘ નાનાજી’ હાલમાં એક નાયકના રૂપમાં સામે આવતા જોવા મળ્યા છે.૮૫ વર્ષના ગુજરાતના વૃધ્ધ દાદાએ જણાવ્યું કે તેમને નિવૃત્તિ પછી કંઈ રીતે રાતોરાત સફળતા હાસીલ કરી હતી.જેનાં કારણે તે એક નવી કાર લેવાનું સપનું પૂરું કરી શક્યા. જૂન ૨૦૨૧ માં રાધા કૃષ્ણ ચૌધરી અને તેમના પત્ની શકુંતલા ચૌધરી એ આયુર્વેદિક હેર કેર કંપની અવિમી હર્બલ કંપની ની સ્થાપના કરી . રાધા કૃષ્ણ ચૌધરી નિવૃત્તિ પછી તેમની દીકરી સાથે રહેવા લાગ્યા.

રાધા કૃષ્ણ ચૌધરી એ ૫૦ વર્ષ સુધી સખત પરિશ્રમ પછી આરામ થી બેસવાને બદલે ચૌધરી સાહેબે ઉદ્યોગ સાહસિકો ની વધતી વસ્તી ને સાથે જોડાઈ ને તેમનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું. તેમની દીકરીના વાળ બહુ ખરતા હતા આથી તેમણે હેર કેર કંપની શરૂ કરવાનો નિર્ણય કર્યો. રાધા કૃષ્ણ ચૌધરી કે જેને નાનાજી ના નામે પણ ઓળખવામાં આવે છે. તેમને ખરતા વાળ માટેના પરિબળો પર સંશોધનકાર્ય શરૂ કર્યું અને અને તેના વાળ નું તેલને પોષણ અને વિકસિત કરવા માટે ૫૦ થી વધુ જડીબુટ્ટી ઓનું માલિકી નું મિશ્રણ બનાવ્યું.

૮૫ વર્ષના નાનાજી એ અવીમી હર્બલ ના ઇન્સ્ત્રાગ્રામ ચેનલ પર એક વાયરલ વીડિયોમાં જણાવ્યું કે , મારી દીકરી કે જે મારી બીઝનેસ પાર્ટનર છે તે બહુ જ વધારે વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહી હતી.અને મને તેનો ઉપાય શોધવા માટે જણાવ્યું. લગભગ એક વર્ષ સુધી તે અંગે શોધખોળ કર્યા બાદ મે આયુર્વેદિક મિશ્રણ નું એક તેલ બનાવ્યું. જેનાથી મારી દીકરી ને વાળ ખરવાની સમસ્યા તો ઓછી જ થઈ પરંતુ તેની સાથે વાળ ની મજબૂતી અને વધારે ઘટાદાર વાળ પણ બન્યા. તેમણે એક અન્ય વીડિયોમાં જણાવ્યું કે કઈ રીતે તેમને પોતાના આ બીઝનેસ થી રાતોરાત સફળતા મેળવી અને જેના કારણે જ તેમને ૮૫ વર્ષે પોતાના સપનાની કાર ખરિદી . તેમના આ વીડિયો એ ઇન્સ્ત્રાગ્રામ પર ૧૮.૫ મિલિયન થી વધારે વખત જોવામાં આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.