માત્ર 13 વર્ષ ની ઉમરે આ બાળક કરે છે 18 કલાક કામ ! દુનીયા ના મોટા મોટા ઉદ્યોગપતિ ના લિસ્ટ…

આમ તો દરેક વ્યક્તિ પોતાની ઉંમર મુજબ કામ કરતા જોવા મળે છે.નાના બાળકો રમત રમતની સાથે અભ્યાસ કરતા હોય છે .યુવાનો તેમની ઉંમર મુજબ અભ્યાસની સાથે કોઈ નોકરી કરતા હોય છે અને વૃદ્ધો તેમના ઉંમર અનુસાર આરામદાયક કામ કરતા જોવા મળે છે.આ તમામ તબ્બકા નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી જોવા મળે છે જેમાં એક ઉંમર સુધી બાળકો ભણે છે પછી થોડા મોટા થયા ત્યારે કામ કરવા લાગે અને ત્યાર પછી ઘર પરિવારની જવાબદારી સંભાળતા વૃદ્ધ થઈ જાય છે.
આવું દરેક લોકો સાથે થતું હોય છે.પરંતુ ઘણા લોકો એવા જોવા મળે છે બધાથી હટકે કરી બતાવતા હોય છે.

બિહારના ૧૩ વર્ષના બાળકે આવું જ કંઈક અલગ કરી બતાવ્યું છે.જે ઉંમરમાં બાળકો અભ્યાસ પર અને રમત ગમત ક્ષેત્રે આગળ હોય છે.ત્યારે આ બાળક નાની ઉંમરમાં જ મોટી સફળતા મેળવી લીધી છે.બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના કત્રા પ્રખંદ ના અમમાં ગામના નિવાસી સુર્યાંશ કુમાર કે જેમની ઉંમર માત્ર ૧૩ વર્ષની છે તેમને એક વર્ષની અંદર ૫૬ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્યા છે. સૂર્યંશ હાલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે સૌથી પહેલું પ્લેટફોર્મ તેણે નવમા ધોરણમાં અભ્યાસ કરતા કરતા તૈયાર કર્યું હતું. સુર્યંશ ને ઓનલાઇન સામાન સર્ચ કરતા આ વિચાર મગજમાં આવ્યો હતો.

ત્યાર પછી તેમને આ વિચાર પોતાના પિતા સંતોશભાઈને જણાવયો હતો.પિતા દ્વારા પણ તેને સપોર્ટ મળયો હતો.આ વિચારને પાવર પ્રોવાઇડ પ્રોજેક્ટ ના રૂપમાં દેખાડવા માટે કહ્યું. સુર્યાંશ એ મીડિયાને કહ્યું કે તેણે ઇ કોમર્સ પ્લેટફોર્મ ની શરૂઆત કરી. સુર્યાંશ એ આ વિચાર સાથે તેનું પહેલું ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કર્ય કે જેમાં કોઈ પણ સામાન ૩૦ મિનિટની અંદર તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે.તેમના અનુસાર આ ડિજિટલ પ્લેટફોર્મ થી લોકોના ઘરે સામાન પહોચાડવામાં આવવા લાગ્યો.

સુર્યાશ દ્વારા તૈયાર કરવામાં આવેલ એક ડિજિટલ પ્લેટફોર્મ કે જેનું નામ ‘શાદી કીજીયે દોટ કોમ ‘છે.જે લોકોને જીવનસાથી પસંદ કરવામાં મદદ કરી રહ્યું છે.આની સિવાય પણ સુર્યાંશ નું ક્રિપ્ટો કરન્સીથી જોડાયેલો મંત્રા ફ્રાઈ ડિજિટલ પ્લેટફોર્મ પણ આવવાનું છે.મીડિયા રિપોર્ટ અનુસાર સુર્યાશ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ ને વધારે માં વધારે આગળ પહોંચાડવા માટે રોજના ૧૮ કલાક કામ કરે છે.આ સાથે જ તે અભ્યાસ પણ કરે છે.
સુર્યાશ સ્કૂલ જઈ શકતા નથી પરંતુ સ્કૂલ તરફથી સપોર્ટ પૂરો મલી રહ્યો છે.તેઓ પોતાના જીવનમાં આ કામ સાથે જ આગળ વધવા માંગે છે.

સુર્યાશ ના કહ્યા પ્રમાણે અત્યારે તો તેમને આ પ્લેટફોર્મ થી કોઈ કમાણી મળતી નથી.પરંતુ જલ્દી જ તેમને મોટી આવક ઊભી કરી શક્શે. સુર્યાશ માં માતા પિતા એનજીઓ ચલાવે છે.તેમના પિતાનું એનજીઓ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલું છે.તેમના માતા અને પિતા કહે છે રમવાની ઉંમરમાં તેમનો દીકરો ડિજિટલ પ્લેટફોર્મ ચલાવી રહ્યો છે.કે બીજા લોકોને પ્રેરણા પૂરી પાડે છે. સુર્યાંશ જણાવે છે કે તેમના આ કામમાં ઘરના દરેક લોકો નો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.તેના પિતા હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.

સુર્યાશ એ એક ધ સ્પૈધ ગાયે નામે એક પુસ્તક લખ્યું છે અને હવે તેઓ ફાઇનાન્સ ને લગતી એક કિતાબ લખી રહ્યા છે. સુર્યાશ નાં ડિજિટલ પ્લેટફોર્મ માં મંત્રાફાઈ, જૈશ બીઝનેસ, જિપ્સી કેબસ, જૈસી ફાઈ, જૈસ હેલ્થ, જૈસા જોઇલીજ, મત્રા કોઇન, જૈસબ્રાઈસ, જૈસ ટેક, જૈસસનેપ,
ચુલબુલી જેવા પ્લેટફોર્મ છે.આ દરેક પ્લૅટફૉર્મ સૂર્યાશ કોન્ટેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે. સુર્યાશ દ્વારા સંચાલિત આ પ્રાઇવેટ લિમિટેડ ના કાગળ તેમની માતા અર્ચના દ્વારા ૨૦૧૪ માં તૈયાર કરવામાં આવેલ હતા.ત્યાર પછી ૨૦૨૧ માં સુર્યાશે આ કંપનીનું CEO નું પદ સંભાળી લીધું હતું.અને હવે કંપની ઊંચાઈ પર પહોંચવા લાગી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.