માત્ર નવ વર્ષ ની ઉમરે જીગર ઠાકોર આવી રીતે ગુજરાતી સુપર સ્ટાર બની ગયો ! સંઘર્ષ જાણી…

તમે બધા જીગર ઠાકોર ને તો જાણતાજ હશો જે એક ગીતને કારણે આખા ગુજરાતમાં ફેમસ થયા હતા. જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો સોસીયલ મીડિયા પર તેમના વાયરલ વિડીયો અને અલગ અંદાઝ થી ખુબજ ફેમસ થતા હોઈ છે. જીગર ઠાકોરે નાની ઉમર માજ ખુબ મોટી નામના મેળવી છે. જીગર ઠાકોર આ ગીત ગાઈને નાની ઉમરમાં જ તેના માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું અને બધા ઘરના ખુબજ ખુશ થયા હતા.

તેમજ આજે પણ જીગર ઠાકોર કોઈ પણ જગ્યા એ જાય છે ત્યાં તેમનું ખુબજ સન્માન થી સ્વાગત કરવામાં આવે છે જાણે તે કોઈ મોટો કલાકાર હોઈ. જીગર ઠાકુરે ફેમસ ગીત ‘માટલા ઉપર માટલું’ ગીત ગાઈ ને અખા ગુજરાત માં ખુબુજ ફેમસ થઈ ગયો હતો. હાલ તેમની ૯ વર્ષ ની ઉમર માજ તેમણે તેના મધુર અવાજ થી લોકો નાં દિલ જીતી લીધા હતા આ ગીત ગાઈ ને. અને તેને સફળતા મળી હતી. સાથે તેમની ફેન ફોલોવિંગ પણ ખુબજ વધી ગઈ છે.

તેમજ જીગર ઠાકોર નું આ ગીત સોસીયલ મીડિયા પર ખુબુજ વાયરલ થયું હતું. જીગર ઠાકોર ઉતર ગુજરાતના મડાના ગામ ના રહેવાસી છે. તમને જણાવીએ કે એક સમયે જીગર ઠાકુર તેમના પિતા જોડે પાટણ જઈ રહ્યો હતો, તેજ સમયે જીગરે તેમનાં મધુર અવાજે ગીત ગાતો હતો અને તેના પિતા તે મધુર અવાજ વાળું ગીત સાંભળી તેમણે વિચાર આવે છે કે મારો દીકરો આટલું સુંદર ગાય છે.

તેમજ ત્યાર પછી જીગર ઠાકોર ના પિતાએ તેને દરરોજ ૨ કલાક ગીત ગાવાની તાલીમ આપવાની શરુ કરી હતી. અને અનોખી વાત તો એ છે કે જીગર ઠાકોર નાં પિતા પોતે પણ એક સુંદર ગાયક કલાકાર હતા. પરંતુ તે તેમના એક અકસ્માતમાં તેનું સપનું પૂરી કરી શક્યા નો હતા. તેથી જીગર ઠાકોરે તેમનું અધૂરું સપનું પૂરું કરીને તેમના પિતાનું નામ રોશન કર્યું હતું. તેમજ આ ગીત ગાયા પછી તેનું ગીત સુપરહિટ ગયું અને બીજા નવા નવા ગીત ગાવાનું શરુ રાખ્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.