ડિલેવરી સમયે માતાને એટેક આવ્યો તો સીઝેરીયનથી દિકરીનો જન્મ થયો પરંતુ કમનસીબે બન્નેના મૃત્યુ થયા અને માતા…

અંગ દાનને મહાદાન કહેવામાં આવે છે. લોકો દ્વારા વિભિન્ન દાન કરવામાં આવતા હોય છે. જેમાં ઘણા લોકો તહેવારોમાં વસ્તુઓનું દાન કરતા હોય છે.વિદ્યાદાન, વસ્ત્રદાન, સોનાનું દાન,ચાંદીનું દાન, ફળનું દાન વગેરે જેવા અનેક દાન લોકો દ્વારા જરૂરિયાતમંદ ને કરતા હોય છે.આ બધા દાનોમાં પણ શ્રેષ્ટ દાન અંગ દાન ગણવામાં આવ્યું છે. કેમકે અંગ દાનથી અનેક લોકોના જીવનમાં નવી રોશની લાવી શકાય છે. અને લોકોને આ દુનિયામાં નવું જીવન આપવા પણ આવું અંગદાન ઉપયોગી સાબીત થાય છે.હાલમાં જ એક મહિલાના મૃત્યુ પછી તેના પરિવારના લોકો એ તેની આંખનું દાન કરી ૨ વ્યક્તિઓને નવી રોશની આપી છે.

આ અંગદાન ની ઘટના જૂનાગઢ ની છે જ્યાં જૂનાગઢના રહેવાસી ૨૯ વર્ષીય પુત્રવધૂનું અવસાન થતાંપરિવારના લોકોએ તેની બંને આંખોનું ચક્ષુ દાન કર્યું હતું.જેનાથી ૨ વ્યક્તિઓને રોશની મળી અને જીવનનો અંધકાર દૂર થયો છે. જૂનાગઢના શ્રીનાથભાઈ સોલંકી ના પત્ની છે. જેમનું નામ મોનીકા બેન છે જે પ્રેગનેટ હતા.અને તેમનો નવમો મહિનો ચાલી રહ્યો હતા.

ત્યારે ડિલિવરી સમયે જ તેમને હાર્ટ એટેક આવી જવાથી તેઓનું મૃત્યુ થયું હતું.જોકે ગર્ભાશય માં બાળક જીવિત હોવાથી જાણ થતાં જ બાળકને સિઝીરિયન કરી દુનિયામાં જન્મ લેવડાવ્યો હતો જેમાં નાની બાળકી નો જન્મ થયો હતો.પરંતુ ઇન્ફેક્શન થઈ જવાના કારણે બાળકીનું મૃત્યુ થયું હતું.આમ માતા અને પછી બાળકીનું મૃત્યુ થવાથી સોલંકી પરિવારમાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો.અને પરિવારના લોકો શોકમાં ડૂબી ગયા હતા.

સોલંકી પરિવારના લોકો એ મોનીકા બેન ના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.આથી જૂનાગઢ ના પંજુરી આઇ કલેક્શન સેન્ટર દ્વારા ૧૧૪ મુ ચક્ષુદાન ડૉ સુરેશભાઈ ઉંજીયા અને એડવોકેટ ગીરીશભાઈ મશરું દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.મોનીકા બેનના ચક્ષુને સકિલભાઈ હલેપોત્રા દ્વારા રાજકોટ મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા હતા.

આ ચક્ષુદાન થી ૨ વ્યક્તિઓની જીવનમાં રોશનીની ઉજાસ આવશે અને તેમનો અંધાપો દૂર થઈ શકશે. ચક્ષુદાન કર્યા પછી સોલંકી પરિવારના લોકોએ બંને માતા અને દીકરીના અંતિમ સંસ્કાર કરવાની વિધિ કરવામાં આવી હતી. વધુમાં જૂનાગઢમાં ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ચક્ષુદાન સેવા ચાલુ હોય છે આ માટે ૯૮૨૫૯૩૫૦૭૫ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.