બનાસકાંઠામાં ચૂંટણી સમયે આ નાનકડા બાળકે એવા વિચાર રજુ કર્યા કે વિડીયો જોઈ તમે વાહ વાહ કરશો..જુઓ વિડીયો

હાલ જેમ તમે જાણોજ છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ નેતાઓ પોત પોતાની પાર્ટી માટે પ્રચારમાં લાગી ગયા છે. આ દરમિયાન બનાસકાંઠાના નાનકડા નિર્મલ દેસાઈ નામના બાળકનો ચૂંટણી અંગે એક વીડિયો વાયરલ થયો છે. જણાવી દઈએ કે, આ બાળકનો LRD ભરતી વખતે પણ સામે આવ્યો હતો. નિર્મલ દેસાઈ તેના વીડિયોના માધ્યમથી નેતાઓ અને સામાન્ય જનતાને અપીલ કરી રહ્યો છે. તેનો બોલવાનો અંદાજ જોઈને લોકો તેમના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવીએ તો હાલ નિર્મલ દેસાઈનોં આ વિડિઓ સોશિયલ મીડીયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે. આમ આ વીડિયોમાં કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં આવી રહી છે, ત્યારે મારી વિનંતી છે કે, ચૂંટણીના સમયમાં ભાવનામાં આવી જઈને ફરીયા કે ગામમાં કોઈ સાથે સંબંધ બગાડવો નહીં, કે વાદવિવાદમાં ઉતરવું નહીં. કારણ કે, ચૂંટણીઓ તો કાલે જતી રહેશે પરંતુ આપણે તો ગામમાં સાથે રહેવાનું છે. તેમજ આ સાથે જ વધુમાં તેમણે કહ્યું કે, મારા મામા મને પ્રેરણા આપી રહ્યા છે અને તે મને બધુ શીખવી રહ્યા છે.

આમ આ સાથે તેમણે કહ્યું કે, કે કેટલાક નેતા પોતાના સ્વાર્થ પક્ષ બદલી નાખે છે અને કેટલાંક નેતાઓ ભેગા થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું કે, જે નેતા માટે આપણે વાદવિવાદ કરતા હોઈએ છીએ, તે નેતાઓ સાંજે ભેગા બેસીને જમતા હોય છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, આપણા, ગામ, ફળિયા, વિસ્તાર કે દેશમાં અલગ અલગ મતવાળા લોકો રહી રહ્યા છે, આથી તમામનો સ્વીકાર કરવો જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે, શોસિયલ મીડિયા પર પણ જોઈ વિચારીને પોસ્ટ કે કોમેન્ટ્સ કરવી જોઈએ, નહીતર પોલીસની મહેમાનગતિ કરવાનો વારો આવી જશે.

આમ આ નાનકડા બાળકે આજના નેતાઓને ટકોર કરતા પણ કહ્યું હતું કે, કોઈ નેતા પોતાના માટે કામ કરે તેવા ન હોવા જોઈએ પરંતુ દેશ અને સમાજ માટે કામ કરે તેવા હોવા જોઈએ. આ સાથે જ લોકોને અપીલ કરતા કહ્યું કે, લોકોએ ચૂંટણીમાં મતદાન જરૂરથી કરવું જોઈએ. આ વીડિયો સામે આવતા જ લોકો આ નાનકડા બાળક નિર્મલ દેસાઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરી રહ્યા છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *