ઓટો ડ્રાઈવર ની દીકરી માન્યા સિંહ બની મિસ ઇન્ડિયાની રનર અપ , જાણો તેની સફળતાની કહાની…

કઠોર મહેનત અને પરિશ્રમ થી માણસ જીંદગીમાં કઈ પણ કરી સકે છે તેનામાં માત્ર આત્મવિશ્વાસ હોવો જોઈએ જો આ એક વસ્તુ પણ મનુષ્યની અંદર હોય ને તો તે તેના જીવનમાં હિમત પણ મેળવી સકે છે અને  મહેનત કરી ઉચું મુકામ સર કરી સકે છે. આજે આપણે એક એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેને ખુબ ગરીબીમાં જીવન જીવ્યું છે અને ઘણી રાતો તો તે ભૂખ્યા જ સુઈ ગઈ છે. આપડે વાત કરવા જઈ રહ્યા છીએ માન્યા સિંહ ની. એક રીક્ષા ચલાવનાર સામાન્ય વ્યક્તિની દીકરી જેને પહેલા કોઈ જાણતું  નહોતું પરંતુ આજે તે દીકરી ને દરેક તેના નામ થી જ ઓળખી જાય છે. આ દીકરી બીજી કોઈ નહિ પરંતુ  મિસ ઇન્ડિયા ૨૦૨૦ ની રનર્સ અપ માન્યા સિંહ છે.

માન્યા સિંહ ના પિતાનું નામ ઓમપ્રકાશ સિંહ છે અને તે ઓટો રીક્ષા ચલાવવાનું કામ કરે છે. ઉતરપ્રદેશ ના કુશીનગર ના એક બહુ જ ગરીબ પરિવારમાં માન્યા સિંહ નો જન્મ થયો હતો. પરંતુ જીવન માં કઈક કરી બતાવવાનો જુસ્સો તેનામાં બહુ હતો. માન્યા સિંહ એ પહેલા જ વિચારી લીધું હતું કે મારો જન્મ ભલે ગરીબ પરિવારમાં થયો હોય પરંતુ હું મારું ભાગ્ય મારી જાતે જ લખીશ. એક ગરીબ પરિવારમાંથી આવતી દીકરી માટે VLCC ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૨૦ ની રનર્સ અપ બનવા માટેની યાત્રા સરળ  નહોતી. અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરીને તેણે આ ખિતાબ મેળવ્યો હતો.

માન્યા સિંહ ને આ મુકામ સુધી પહોચવા માટે બહુ જ સંઘર્ષ કરવો પડ્યો હતો, આ કહાની તેમણે ખુદ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે વાંચીને લોકો તેના હિમતની દાદ આપી રહ્યા છે અને તે એક ખાસ ચર્ચાનો વિષય બની છે. માન્યા સિંહ એ સોશોયલ મીડિયા પણ જણાવ્યું હતું કે, તે એટલી ગરીબ હતી કે ઘણી રાતો માં તો તેણે જમ્યું પણ નહોતું અને સારી ઊંઘ પણ નહોતી આવતી. તેણે ઘણીવાર મુસાફરી કરવી હોય તો તેની પાસે રીક્ષાના ભાડા નાં પૈસા પણ નહોતા એટલે તે ચાલી ને જ વધુ જવાનું પસંદ કરતી.

માન્યા સિંહ જણાવે છે કે, તેના ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી  તેની પાસે સ્કુલ ની ફી ભરવાના પણ ઘણી વાર પૈસા નહોતા, આથી તેમની માએ તેની પરીક્ષાની ફી ભરવા માટે પોતાના ઘરેણા ગીરવી મુક્યા હતા. તે સોશિયલ મીડિયા પર લખે છે કે જયારે તે ૧૪ વર્ષની ઉમર ની થઇ ત્યારે તે ઘરથી ભાગી ગઈ હતી. ગરીબ હોવાથી તે નાની ઉમર થી જ કામ કરવા લાગી હતી. કામ કરવા માટે પણ તે વધારે દુર હોય હો પણ તે જગ્યા એ તે ચાલી ને  જ જતી હતી, જેનાથી તેનું રીક્ષા નું ભાડું બચી સકે. આટલું જ નહિ તે કપડા પણ પોતે સીવેલા જ પહેરતી હતી કારણ કે તેની પાસે દરજી ને કપડા સીવવાના પૈસા આપવા જેટલી પણ રકમ નહોતી.

પરંતુ આ પરિસ્થિતિ  માં પણ તે નસીબ ના બદલે મહેનત પર વિશ્વાસ કર્યો અને પોતાનું જીવન જાતે બદલવાનો નિર્ણય કર્યો.મિસ ઇન્ડિયા રનર્સ અપ માન્યા સિંહ દિવસે અભ્યાસ કરતી અને સાંજે વાસણ ધોતી હતી અને રાત્રે કોલ સેન્ટરમાં નોકરી કરવા ચાલી જતી હતી. આ રીતે તેણે બહુ જ સંઘર્ષનો સામનો કર્યો પરંતુ માન્યા એ પોતાની હિમતને હરવા દીધી નહિ. આના જ પરિણામે જીવનમાં આટલી પરેશાનીઓનો સામનો કર્યા પછી આવા મુકામે પહોચીને એક મિસાઈલ કાયમ કરી છે. તમને જણાવી દઈએ કે ૧૦ ફેબ્રુઆરી એ મુંબઈમાં યોજાયેલી આ પ્રતિયોગિતામાં તેલંગાણા ની માનસા વારાળસી એ મિસ ઇન્ડિયા નો તાજ હાસિલ કર્યો હતો

અને મનીકા શીયોકાંડ સેકંડ રનર્સ અપ રહી હતી.માન્યા સિંહ ની સફળતા થી લોકો ને શીખ મળે છે કે પ્રતિભાશાળી વ્યક્તિ સુવિધા વીના  પણ સફળ થઇ સકે છે. માન્યા સિંહ કહે છે કે, જો તમે સખત મહેનત અને જુસ્સા  સાથે સતત પ્રયાસ કરસો તો તમારા સપના ચોક્કસ સાકાર થશે. તેણે એમ પણ લખ્યું છે કે, તેને  તેના પિતા પર ગર્વ છે , આજે તે તમામ યુવતીઓ માટે પેરણા બની ગઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.