કમાલ ના મહીલા આચાર્ય! ખખડધજ શાળા ની કાયા પટલ કરી નાખી ફોટોસ જોઈ વિશ્વાસ નહી આવે કે સરકારી શાળા છે..જુઓ તસવીરો
તમને જાણ જ હસે કે સકુલમાં એક પ્રિન્સિપાલનું સ્થાન મહત્વનુ ગણાય છે તેઓ એટલા ઉચ્ચ હોદ્દા પર હોય છે કે તે સ્કૂલના વિકાસ માં અનેરૂ યોગદાન કરવાની સકતી ધરાવે છે. અને જો પ્રિન્સિપાલ જ ઉમંગ કે વિકાસની દિશામાં પગલાં ન લે તો તે સ્કૂલ દિશા હિન થઈ જાય છે. આમ એક પ્રિન્સિપલ ની આવડત અને વિકાસ ની રાહ પર સ્કૂલ અને બાળકોનું જીવન નિર્ભય હોય છે જો પ્રિન્સિપાલ સ્કૂલની જવાબદારી સારી રીતે નિભાવે તો સ્કૂલને ટોપ સુધી પહોચડવાની હીમત પણ રાખે છે.
પ્રિન્સિપાલ ઉપર જ સ્કૂલ, બાળકોની અને તેમના અભ્યાસ સાથે સાથે શિક્ષકોની જવાબદારી પણ હોય છે. સંપૂર્ણ દેખરેક પ્રિન્સિપાલ જ કરતાં હોય છે.આ વાત પણ સચ્ચિ છે કે જેમ માતા પિતા બાળકને સારા સંસ્કાર આપે છે તેમ સારી શિક્ષા શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા જ મળતી હોય છે અને શું સારું અને શું ખરાબ કહેવાય તે પણ સ્કૂલમાં જ શીખવવામાં આવે છે. જો શિક્ષકો અને પ્રિસિપલ ઈચ્છે તો સ્કૂલને સ્વર્ગ સમાન બનવાની તાકાત ધરાવે છે અને નવા બદલાવ લાવી અનોખો ઇતિહાસ રચી સકે છે.
હાલમાં આપણે એક આવા જ ઉધમી અને સમાજને સારા માર્ગ પર ચાલીને પ્રેરણા પૂરી પડતાં પ્રિન્સિપલ અંગે વાત કરવા જઇ રહ્યા છીયે કે જેઓએ સકુલની એવી કાયા પલટ કરી નાખી છે કે સરકારી શાળા પ્રાઈવેટ વીઆઇપી સ્કૂલને પણ ટક્કર આપી રહી છે.આ પ્રિન્સિપાલની મહેનત અને પરિશ્રમથી એક ખખડબંધ સ્કૂલને આલીશાન વીઆઇપી સ્કૂલ બનાવી દીધી છે. પ્રિન્સિપાલને આ કામ કરતાં પૂરા સાડા ત્રણ વર્ષની સતત મહેનતનું ફળ છે. કે જેનાથી એક ખંડેર સ્કૂલને આદર્શ વિધ્યાલય બનાવી દીધું છે.જેમાં આજે વિધ્યાર્થીઓની ઘણી સંખ્યા જોવા મળે છે.
આપણે આટલા સમયથી જે પ્રિન્સિપાલની વાત કરી રહ્યા છીયે તેમનું નામ રઘુવીર કૌરજી છે. જેમને આચાર્ય બન્યા પછી અનેક બદલાવો કર્યા છે ત્રણ વર્ષની સખત મહેનત પછી આ ખંડેર સ્કૂલની હાલત સારી થઈ છે અને એક આદર્શ વિધ્યાલય બન્યું છે. વર્ષ 2015 માં જ્યારે રઘુવીર કૌરજી આ સ્કૂલમાં પ્રિન્સિપાલ બનીને આવ્યા હતા ત્યારે આ સ્કૂલ કોઈ ખંડેર જગ્યાથી ઓછી નહોતી. આ સ્કૂલમાં કોઈ સુવિધાઓ નહોતી , પરંતુ જ્યારથી પ્રિસિપલ બનીને રઘુવીર કૌરજી આવી છે ત્યારથી આ સ્કૂલમાં બદલાવ થયેલો નજર આવે છે.
અને હાલમાં આ સ્કૂલની કાયાપલટ થયેલી જોવા મળે છે. અને આજે આ સ્કૂલ પ્રાઈવેટ સ્કૂલ જેટલી સુંદર લાગી રહી છે અને બીજી અનેક સરકરી સકુલ માટે એક પ્રેરણા રૂપ સાબિત થઈ છે. ઘણા લોકો આ બદલાવને જોઈને વિશ્વાસ નથી કરી સકતા કે આ તે ખંડેર સ્કૂલ જ છે કે જ્યાં બાળકો આવવાનું પસંદ કરતાં નહોતા. હા હાલના સમયમાં આ બહુ જ સામાન્ય વાત ગણાય છે કેમકે ઘણી સરકારી સકુલો હાલમાં વિશાળ આધુનિકતા ધરાવે છે.તમને જણાવી દઈએ કે સ્કૂલના દરેક શિક્ષકો ઉનાળાના રજાના દિવસોમાં આવી ને અહી કામ કરતાં હતા. અને તેનું જ આ પરિણામ છે કે આજે આ સ્કૂલ એક આદર્શ વિધ્યાલય તરીકે ઓળખાય છે.