બાબા વેંગાની વર્ષ 2023ની આ ભયંકર ભવિષ્યવાણીથી દુનિયાભરમાં ભય નો માહોલ ! આવતા વર્ષે થશે એવું કે જાણીને ધ્રુજી ઉઠશો…

જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેમજ આજના સમયમાં લોકો તેમનું ભવિષ્ય જોવા જ્યોતિષની સલાહ લેતા હોઈ છે. અને અમુક લોકો આ દુનિયામાં એવા છે કે જે ભવિષવાણી કરતા હોઈ છે તેમજ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું.

વાત કરીએ તો બુલ્ગારિયાના ફકીર બાબા વેંગાએ દુનિયા માટે અનેક ભવિષ્યવાણી કરી છે. તેમણે નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે. હવે એવુ લાગી રહ્યું છે કે તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ તેવીજ રીતે બાબા વેંગાએ વર્ષ 2023 માટે કેટલીક ભવિષ્યવાણીઓ પણ કરી છે, જે ખૂબ જ ભયાનક અને ચોંકાવનારી છે. તમને જણાવીએ તો 11 ઓગસ્ટ 1996ના રોજ તેમનું અવસાન થયું.

તેમના મૃત્યુ પહેલા, તેમણે વિશ્વના અંતથી લઈને યુદ્ધ અને હોલોકોસ્ટ સુધીની આગાહીઓ કરી હતી. વર્ષ 2023ને લઈને તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પૃથ્વીના લોકોને ચિંતા કરી શકે છે. તો ચાલો જાણીએ વર્ષ 2023 માટે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગા એક ફકીર હતા જે પોતાની આંખોથી જોઈ શકતા ન હતા. તેણે આવી ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ હતી. તેનો જન્મ 1911માં થયો હતો અને માત્ર 12 વર્ષની ઉંમરે તેણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી પણ બાબા વેંગાએ દાવો કર્યો કે તેમની પાસે ભવિષ્યના દર્શન છે. અહેવાલો અનુસાર, 85 ટકા આગાહીઓ સાચી પડી છે પરંતુ તે પણ સાચું છે કે તેમના ઘણા દાવા ખોટા પણ સાબિત થયા છે.

1) કૃત્રિમ બીજદાન :આ ભવિષ્યવાણી સાંભળીને તમને આશ્ચર્ય થશે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, માનવ પ્રજનન એક કૃત્રિમ પ્રક્રિયા બની જશે, લેબમાં કૃત્રિમ ગર્ભાશયમાંથી બાળકોનો જન્મ થશે, જે વર્ષ 2023 સુધીમાં શક્ય બનશે અને આ દુનિયામાં કેવા લોકોનો જન્મ થશે તે ફક્ત નેતાઓ જ નક્કી કરશે., 2). જૈવિક શસ્ત્રોનો ઉપયોગ :વર્ષ 2023માં ડોક્ટરો મનુષ્યો પર ઘણા પ્રયોગો કરશે. જેના કારણે હજારો લોકોના મોત થશે. સાથે જ એક મોટો દેશ જૈવિક હથિયારો ધરાવતા લોકો પર સંશોધન કરશે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, લોકોને કોલેરા, ટાઉન પ્લેગ જેવી બીમારીઓનું ઇન્જેક્શન આપવામાં આવશે.

3) સૌર તોફાન : વર્ષ 2023માં સૌર તોફાન આવશે. દુનિયાએ આવું તોફાન આ પહેલા ક્યારેય જોયું નથી. આ તોફાન પૃથ્વીના ચુંબકીય ઢાલને ઘણું નુકસાન કરશે અને ઉપગ્રહોને નષ્ટ કરશે. જેના કારણે બધું જ નાશ પામશે., 4) એલિયન્સ એટેકબાબા વેંગાના મતે પૃથ્વી પાંચમા પરિમાણમાં જશે. આ પછી એલિયન્સ પૃથ્વી પર હુમલો કરશે. આ હુમલા દરમિયાન ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી વીજળીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સર્વત્ર અંધકાર છવાઈ જશે. ન તો ચંદ્ર દેખાશે અને ન તો તારાઓ દેખાશે. પૃથ્વીની આખી વસ્તીમાંથી પણ માત્ર 10 હજાર લોકો જ જીવી શકશે.

5) ઝેરી વાદળનો ભય :બાબા વેંગાના જણાવ્યા અનુસાર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં મોટો વિસ્ફોટ થશે, ત્યારબાદ એશિયાના કેટલાક ભાગોને ઝેરી વાદળો ઘેરી લેશે. ખાસ કરીને આ ઝેરી વાદળો ચીનના આકાશમાં મંડરાશે. જેના કારણે વિશ્વમાં ખતરનાક બિમારીઓ વધશે. આમ આ સાથે એવું કહેવાય છે કે તેમના દ્વારા કરવામાં આવેલી આગાહીઓ ક્યાંય લખવામાં આવી ન હતી, પરંતુ આ આગાહીઓ બાબા વેંગાએ તેમના અનુયાયીઓને કહી હતી. બાબા વેંગાનું અવસાન 1996 માં થયું હતું પરંતુ તેમના મૃત્યુ પહેલા તેણીએ વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી કારણ કે તેમના અનુસાર વર્ષ 5079 માં વિશ્વનો અંત આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *