બાબા વેંગાની ત્રીજી ખતરનાક ભવિષ્યવાણી, આવનારા વર્ષોમાં આવવાની છે આ તબાહી!…જાણો વિગતે
જેમ તમે જાણોજ છો કે આજના સમયમાં લોકો ભગવાન પર ખુબજ વિશ્વાસ રાખે છે અને પહેલા પણ રાખતા હતા. લોકો તેમના જીવનની મુશ્કેલીઓ લઇ ભગવાને પાસે મદદ માટે જતા હોઈ છે. અને ખુબજ શ્રદ્ધા અને નિષ્ઠા પૂર્વક તેમની પૂજા પણ કરતા હોઈ છે. તેમજ આજના સમયમાં લોકો તેમનું ભવિષ્ય જોવા જ્યોતિષની સલાહ લેતા હોઈ છે. અને અમુક લોકો આ દુનિયામાં એવા છે કે જે ભવિષવાણી કરતા હોઈ છે તેમજ આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું.
તેમજ વાત કરીએ તો બુલ્ગારિયાના ફકીર બાબા વેંગાએ દુનિયા માટે અનેક ભવિષ્યવાણી કરી છે. તેમણે નાસ્ત્રેદમસના લેવલના ભવિષ્યવક્તા કહેવામાં આવે છે. હવે એવુ લાગી રહ્યું છે કે તેમની બે ભવિષ્યવાણી સાચી પડી રહી છે. 2022 માટે તેમની એક ભવિષ્યવાણી એવી હતી કે કેટલાંક એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં પૂર આવી જશે. આમ થતુ દેખાઈ પણ રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષની શરૂઆતમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. અત્યારે ત્યાં પૂર જેવી સ્થિતિ છે.
તમને જણાવીએ કે બાબા વેંગા જે દ્રષ્ટિહિન હતા જેની આંખોની રોશની 12 વર્ષની ઉંમરમાં ચાલી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે એ પછી તેમને ભવિષ્ય દેખાતું હતું. એમને ઘણી ભવિષ્યવાણી કરી છે જે સાચી સાબિત થઈ છે. વર્ષ 2022ને લઈને એમને બે ભવિષ્યવાણી કરી હતી જે સાચી થઈ ગઈ છે. એવામાં 2022 માટે એમની ત્રીજી ભવિષ્યવાણી ભારતને લઈને પણ કરી હતી આ સાથે જ 2022 અને તેના પછીના વર્ષોમાં એમને કેવી ભવિષ્યવાણી કરી હતી ચાલો જાણીએ..
વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023માં પૃથ્વી તેની કક્ષા બદલશે અને એ સિવાય વર્ષ 2028માં અંતરીક્ષ યાત્રીઓ શુક્ર ગ્રહ સુધી પંહોચી જશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2046 અંગ પ્રત્યારોપણની મદદથી 100 વર્ષ સુધી વધુ જીવી શકશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2100 માં પૃથ્વી પર રાત નહીં થાય. પૃથ્વી કૃત્રિમ તડકાથી રોશન રહેશે. બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 5079માં પૃથ્વીનો અંત થઈ જશે.
આમ બાબા વેંગાએ કરેલ ભવિષ્યવાણી એવી હતી કે આ વર્ષે આખી પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થશે અને તેને કારણે તીડનો પ્રકોપ વધશે. હરિયાળી અને ભોજન માટે તીડ ભારત પર હુમલો કરશે અને તેને કારણે ખેતીને ગંભીર નુકશાન પંહોચશે અને અંતે ભારતમાં દુષ્કાળ જેવી પરિસ્થતિનું નિરનાં થશે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.