ઈંડા ચોરવા આવેલી છોકરીની ઢેલે કરી ખરાબ હાલત, તમે આજ સુધી આવો માર નહીં જોયો હોય – જુઓ વીડિયો

જો પશુ-પક્ષીઓ સાથે પ્રેમથી વ્યવહાર કરવામાં આવે તો તેઓ પણ ખૂબ પ્રેમ વરસાવે છે. પરંતુ જો તેઓને બળજબરીથી હેરાન કરવામાં આવે તો તેઓ બદલો લેવામાં પાછળ પડતા નથી. ઉદાહરણ તરીકે, આપણને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળે છે. હવે ફરી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આવો જ નજારો જોવા મળી રહ્યો છે. વિડીયોમાં તમે જોશો કે એક છોકરી ઢેલ નાં ઈંડાને ચોરી કરવા માટે તેને ઉપાડે છે અને ફેંકી દે છે, પરંતુ બીજી જ ક્ષણે મોર તેને ખરાબ કરી નાખે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ઢેલ તેના ઈંડાની સંભાળ રાખવા માટે તેની ઉપર બેસી જાય છે. પણ થોડી વાર પછી પાછળ થી એક છોકરી આવે છે અને ઢેલને ઉપાડી ને ફેંકી દે છે અને ઈંડા ચોરવા લાગે છે. તે એ હકીકતથી સંપૂર્ણપણે અજાણ છે કે મોર્ની તેના પર વળતો પ્રહાર કરી શકે છે. જેવી છોકરી બધા ઈંડા એકઠા કરે છે કે તરત જ ઢેલ તેના પર હુમલો કરે છે. આશ્ચર્યજનક નજારાનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોના અંતમાં તમે જોશો કે તેના ઈંડા બચાવવા માટે ઢેલ છોકરી પર કૂદી પડે છે અને તેને માર મારે છે. આ રીતે ઢેલ તેના ઈંડા બચાવે છે. આ વીડિયો @issawooo નામના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

17 સેકન્ડનો આ વીડિયો 15 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 20 હજારથી વધુ રીટ્વીટ અને એક લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.