બનાસકાઠા : માતાજીની આવી કઠોર આરાધના પહેલા ક્યારે પણ નહી જોઈ હોય ! છેલ્લા 20 વર્ષ થી આ ભક્ત એવી રીતે..

મિત્રો જેમ તમે બધા જાણોજ છો કે હાલ નવરાત્રીનોં તહેવાર ચાલી રહ્યો છે આને આજે 5મુ નોરતું છે. તેમજ વાત કરીએ તો નવરાત્રીમાં લોકોની અલગ જ ભક્તિ જોવા માલયી હોઈ છે જે 9 દિવસ ખુબજ આનંદ અને ઉત્સાહ થી કર્તા હોઈ છે. તેવામાં હાલ એક અનોખી ભક્તિને લાગતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવક છેલ્લાં 20 વર્ષથી નવરાત્રિમાં એક પગે ઊભો રહી કરે છે આદ્યશક્તિની ઉપાસના, નવ દિવસ માત્ર ચા અને પાણી પર જ નિર્ભર છે. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.

વાત કરીએ તો પાલનપુરનો એક યુવક છેલ્લાં 20 વર્ષથી દરેક નવરાત્રિમાં નકોડા ઉપવાસની સાથે એક પગે ઊભો રહીને માતાજીની આરાધના કરી રહ્યો છે આ યુવક વિશે જણાવીએ તો બનાસકાંઠાના પાલનપુર તાલુકાના દલવાડા ગામનો સુરેશ ચૌહાણ નવરાત્રિ દરમિયાન માતાજીની વિશેષ સાધના કરે છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે આ યુવક માત્ર હીંચકામાં દોરડાના સહારે એક પગે ઊભા રહીને માતાજીની ભક્તિ કરે છે. તેનો પરિવાર તેની સેવામાં અવિરત કાર્યરત રહે છે. સુરેશભાઈ સતત નવ દિવસ સુધી એક પગ પર ઊભા રહી માત્ર પાણી અને ચા પી સતત માળા જપે છે. દોરડાના હીંચકા પર જ સૂઈ જાય છે તેમજ આરામ કરે છે.

તેની સાથેની વાતચીતમાં સુરેશ ચૌહાણે જણાવ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના કરવી જોઈએ. ત્યારે હું છેલ્લાં 20 વર્ષથી એક પગે ઊભા રહીને માતાજીની આરાધના કરું છે. નકોડા ઉપવાસ કરીને તેમજ શરીરને કસ્ટ આપીને મારા કુટુંબ, પરિવાર, ગામ અને વિશ્વના કલ્યાણ અર્થે માતાજીની આરાધના કરી રહ્યો છું. 20 વર્ષથી એક પગે ઊભા રહીને અખંડ સાધના કરી રહેલો આ યુવક આવનારા સમયમાં પણ આ જ પ્રમાણે માતાજીની આરાધના ચાલુ રાખશે.

આમ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવરાત્રિની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. માઈભક્તો માની આરાધના સાથે ગરબે ઘૂમી રહ્યા છે તેમજ અનેક ભક્તો નકોડા ઉપવાસ કરી માની સાધના કરી રહ્યા છે. સુરેશ દિવસભર માતાજીના નામનું રટણ કરે છે. તેને જોઈ એવું લાગી રહ્યુ છે કે, ત્યારે કોઈ અનોખી શક્તિથી આ બધું શક્ય હોય એમ તેઓ જણાવી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *