બનાસકાંઠા: ભયંકર અક્સમાત સર્જાયો! એક સાથે 5 શ્રધાળુ ના કમકમાટીભર્યા મોત…
મિત્રો તમે જાણોજ છો કે રોજ બરોજ રાજ્યમાં અને દેશમાં ઘણા અકસ્માતો બનતા હોઈ છે અને જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોઈ છે અને ઘણી વાર લોકો નું ઘટના સ્થળેજ મૃત્યુ તહી જતું હોઈ છે. આજે પણ એક તેવાજ અકસ્માતમાં ૫ લોકો ઘાયલ થયા અને બીજા ૫ લોકો નું દુખદ અવસાન થયું. ચાલો આ ઘટના વિષે વિસ્તારમાં જણાવ્યે.
આ ઘટના બનાસકાઠાની રાજસ્થાન સરહદ પર અડીને આવેલા ધાનેરા તાલુકાના વિન્છીવાડી ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા, સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મુત્યાંક વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
તેમજ ત્યાના ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને ખાનગી બસનો ડ્રાઈવર અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. આ ઘટનાના બનાવના બનાસકાઠા જીલ્લાના ડીસા ગવાડી વિસ્તારમાં રહેતા અરબાજ શેખ નામના રિક્ષાચાલક તેના બે મિત્રો સાથે એની રિક્ષા લઈને રાજસ્થાન સાંચોર પાસે આવેલી પીરની દરગાહ માથું ટેકવા ગયા હતા. અને જ્યરે તે ઘરે જઈ રહ્યા હતા ત્યારે તે દરમ્યાન રાધનપુરનો કુલવાદી પરીવાર રિક્ષાચાલકને મળ્યો હતો અને રિક્ષા ચાલકે તેને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.
દરમિયાન વીંછીવાડી પાસે પુરઝડપે આવી રહેલી રાજસ્થાનની ખાનગી બસ ઓવરટેક કરવા જતાં રિક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતાો. ઘટના સ્થળે જ રિક્ષામાં બેસેલા રિક્ષાચાલક અરબાજ શેખ, નીલમબેન તુલસીભાઈ ફુલવાદી તેમજ દિવાબેન નરેશભાઈ ફુલવાદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અને ત્યાર બાદ ધાનેરા પોલીસે રાજસ્થાનની ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવર સામે અકસ્માતનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.