માતા પિતા ચેતી જજો! નાનો બાળક એકલો લીફ્ટમાં ફસાઈ ગયો અને પછી થયું એવું કે તમે વીડિયો જોઈ હચમચી જશો..

દરેક માતા પિતા તેમના બાળકને બહુ જ પ્રેમ કરતાં હોય છે અને આથી બાળકને કઈ પણ થાય તો તેઓની જાન જતી હોય છે. દરેક માતા પિતા જો પોતાના બાળકને લઈને સાવચેત અને ચિંતામાં હોય તે સ્વાભાવિક બાબત ગણાય છે. એમાં પણ જો ઘણીવાર માતા પિતાની બેદરકારીના કારણે બાળકને નુકશાન પણ પહોચી જતું હોય છે. થોડીવાર માટે પણ જો બાળકનો અવાજ ના આવે તો માતા પિતા બંને ચિતામાં જોવા મળે છે. હાલમાં નોઇડાથી એવો જ એક માતા પિતાને સાવચેત કરતો કિસ્સો સામે આવી રહ્યો છે.

કે જેમાં એક સોસાયટી માં રહેતા નાના બાળકે રમત રમતમાં લિફ્ટની અંદર ફસાઈ ગયો હતો અને 45 મિનિટ સુધી લિફ્ટની અંદર એકલો રહ્યો હતો અને બીજી બાજુ તેના માતા પિતા તેને બહાર આમ તેમ ગોતતા હતા ત્યારે અચાનક ખબર પડી કે બાળક લીફ્ટમાં ફસાઈ ગયું છે અને પછી તેને સહિસલામત બહાર નીકળવા અને બચાવવા માટે માતા પિતા જે કોશિસ કરી રહ્યા હતા તે જોઈને ભલભલા લોકોની આંખોમાં આંસુ આવી જાય છે.

હાલમાં જે કિસ્સાની આપણે વાત કરી રહ્યા છીયે તે પેરેમાઉન્ત ઈમોશનલ સોસાયટી ની ઘટના છે ત્યાના સ્થાનિક લોકો અને લીફ્ટમાં ફસાયેલા બાળકના માતા પિતાનું કહેવું છે કે બિલ્ડરો લોકોની સુરક્ષાની સાથે રમી રહ્યા છે. લીફ્ટમાં ફસાયેલા બાળકે અનેક વખત એલાર્મ વગાડયો હતો પરંતુ સુરક્ષા કર્મીઓએ ફાયર ઍલારમ સમજીને કોઈ પગલું હાથ લીધું નહોતું. પહેલા તો સોસાયટીની મેનટેનન્સ ટીમે સીસીટીવી ફૂટેજ બતાવની ના પડી હતી પરંતુ પોલીસ ના હસ્તશેપ બાદ સીસીટીવી સામે આવ્યું હતું. આ ઘટનાની  સીસીટીવી ફૂટેજ જોઈને દરેક લોકોને પરસેવો નીકળી ગ્યો અને હદય હચમચી ગયું છે.

આ ઘટના અંગે લીફ્ટમાં ફસાયેલું બાળક જણાવે છે કે હું અંદર એવું વિચારી રહ્યો હતો કે હું આ લિફ્ટ ની બહાર સહિસલામત નિકળીશ કે નહીં અને નિકળીશ તો કઈ રીતે નિકળીશ. બીજી બાજુ આ બાળકના માતા પિતા જણાએ છે કે હવે તેમનો બાળક એકલા લીફ્ટમાં જતાં બિવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાળક રાત્રે 10:45 વાગે લીફ્ટમાં ફસાયો હતો અને 11:32 વાગે તેને સહિસલામત બહાર નિકલવામાં આવ્યો હતો.

લીફ્ટમાં ફસાયેલ બાળક છઠ્ઠા ધોરણમાં ભણે છે અને તેની માતાએ બાળકના લિફ્ટથી બિય જતાં અંગે સાવચેતી રાખીને સોસાયટીના લોકો સાથે મલી બિસરખ પોલીસ મથક માં બિલ્ડર વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. અને આરોપ લગાવતા કહ્યું છે કે આ ઘટના પાછળ મેઇન્ટેઈનેન્સ ટીમની બેદરકારી, લિફ્ટનું મેઇન્ટેઈનેન્સ ના થવું અને અયોગ્ય સ્ટાફ ની ભરતી છે. આ ફરિયાદને ગંભીરતાથી લેતા પોલીસ સોસાયટીના લિફ્ટની તપાસ, સીસીટીવી ફૂટેજ અને એજનસીના પ્રમાણપત્રની તપાસ કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *