આ કારણે 30 વર્ષની યુવતી એ ઠાકોરજી સાથે લગ્ન કરી લીધા ! નારાજ પિતાએ લગ્ન મા હાજરી ના આપતા એવું કર્યુ કે…

કોઈ પણ વ્યક્તિ હોય તેની માટે લગ્ન એ એવો ખાસ અવસર ગણાતો હોય છે કે તે દિવસને સપેશીયલ બનાવવા માટે વર અને કન્યા બંને બહુ જ તૈયારી કરતાં હોય છે અને પોતાના લગ્નને ખાસ બનાવવા માટે અનેક પ્રકારના અલગ અલગ કામકાજ કરતાં હોય છે. અત્યારે લગ્ન ની સિઝન ચાલી રહી છે ત્યારે અનેક પ્રકારના રિવાજો અનુસાર અલગ અલગ લગ્ન આપણે જોતાં હોઈએ છીયે. ત્યારે એક અનોખા લગ્ન જયપુર થી સામે આવી રહ્યા છે કે જેમાં એક યુવતીએ ભગવાન ઠાકોરજી સાથે લગ્ન કર્યાની વાત સામે આવી છે.

30 વર્ષની પુજા સિંહ એ ગામના એક મંદિર માં વિરાજમાન ભગવાન ઠાકોરજી સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન 8 ડિસેમ્બર ના રોજ થયા હતા. લગ્ન પછી પૂજા પોતાના ઘરે જ રહે છે અને સાથે જ ઠાકોરજીના ઘરે રહે છે. પૂજા રોજ સવારે તેમના માટે પ્રસાદ બનાવે છે અને પોશાક પણ બનાવે છે અને રોજ સાંજે દર્શન કરવા પણ જાય છે. આ અનોખા લગ્ન અંગે પૂજા અજણાવે છે કે મારી ઉમર 30 વર્ષ ની થઈ ગઈ છે આમ તો કોઈ પણ છોકરીઓના લગ્ન 20- 25 ની ઉમરમાં થઈ જતાં હોય છે.

મારા ઘરે પણ આ અંગેની વાતો શરૂ થઈ ગઈ હતી અનેમારા માટે પણ સબંધો આવવા લાગ્યા હતા,લોકો મારા મમ્મી પાપા ને કહેતા કે દીકરીના હવે તો લગ્ન કરાવી દો. પરંતુ મારુ મન માનતું નહોતું., મે નાનપણ થી જ જોયું હતું કે બહુ જ નાની નાની વાતો માં પતિ પત્ની બંને ઝગડો કરવા લાગે છે. અને આમ વિવાદો માં જ તેમની જીવન પૂરું થઈ જાય છે. એમાં પણ મહિલાઓ એ બહુ જ ખરાબ પરિસ્થિતી માથી  પસાર થવું પડે છે. અને મોટી થતાં થતાં જે નિર્ણય કરી લીધો કે હું લગ્ન નહીં કરું. કોલેજ કર્યા પછી જ મારા માટે રિષતાઓ આવવા લાગ્યા હતા.

મમી પાપા પણ સબંધીઓને કહેતા કે કોઈ સારો છોકરો હોય તો આના માટે કહેજો. અને ઘરમાં એવી વાતો થવા લાગી કે હવે દીકરી મોટી થઈ ગઈ , ક્યાં સુધી કૂવારી રાખશો. હવે લગ્ન કરાવી આપો. અને આમ પરેશાનીવધવા લાગી. પરંતુ પૂજા તેના મમી પાપા ને કહી દીધું હતું કે હું લગ્ન નહીં કરું. પરંતુ આ આટલું સરળ નહોતું. તેઓ આમ જ કહેતા કે તારા લગ્ન ની ઉમર થઈ ગઈ છે હવે લગ્ન કરી લેવા જોઇયે. વચ્ચે તો થોડા છોકરા વાળાઓ જોવા પણ આવ્યા હતા. એક બે વાર તો જેમ તેમ કરી સબંધ ના થયો. પરંતુ જ્યારે વારંવાર છોકરાવાળા ઑ જોવા આવવા લાગ્યા ત્યારે એકવાર મે છોકરા વાળા ને જ હાથ જોડી ને ના કહી દીધી અને મારી ઇચ્છા જણાવી દીધી.

પુજાએ તુલસી વિવાહ અંગે સાંભળી રાખ્યું હતું અને તેને એકવાર પોતાના નાની ના ઘરે પણ જોયા હતા. અને વિચાર્યું કે જ્યારે ઠાકોરજી તુલસી માં સાથે લગ્ન કરી શકે તો હું કેમ ઠાકોરજી સાથે લગ્ન ના કરી શકું. અને આ વિષે મે પંજીત જી ને પૂછ્યું તો તેઓ એ પણ કહ્યું કે આ શક્ય છે. જેના પછી મે મારી માતા સાથે વાત કરી શરૂઆતમાં તો તેઓ એ પણ કહ્યું કે આમ કઈ રીઓતે બને. પરંતુ પછી તેઓ માની ગ્યાં. જ્યારે આ વાત પિતાને જણાવી તો તેઓ નારાજ થઈ ગ્યાં અને સ્પષ્ટ ના કહી દીધી. નારાજગી ના કારને પિતા આ અંગે માન્યા નહીં.

ઘણા લોકોએ આ લગ્ન માટે સપોર્ટ કર્યો તો ઘણા લોકોએ મજાક પણ બનાવ્યો. પરંતુ મને ચિંતા નહોતી. 2 વર્ષથી હું આ લગ્ન કરવા માંગતી હતી. પરંતુ અંતે આ શક્ય બન્યું અને મે પરમેશ્વર ને જ મારા પતિ બનાવી દીધા. લોકો કહેતા હતા કે સુહાગન હોવું છોકરી માટે બહુ જ સૌભાગ્ય ની વાત કહેવાય છે.એમાં પણ ભગવાન તો અમર હોય છે અને આથી હવે હું પણ હમેશા માટે સુહાગન બની ગઈ. 30 વર્ષની ઉમર ધરાવતી પૂજા સિંહ એ પોલિટિક્સ સાઇન્સ માં એમએ કર્યું છે. જ્યારે પિતા બીએસએફ માં નિવૃત થયા છે.

અને એમપી માં સિક્યોરિટી એજન્સી ચલાવે છે. જ્યારે માતા રતન કંવર ગૃહિણી છે. પૂજાના પરિવારમાં નાના ત્રણ ભાઈઓ પણ છે જેમનું નામ અંશુમાન સિંહ, યુવરાજસિંહ અને શિવરાજ સિંહ છે. આ ત્રણેય કોલેજ અને સ્કૂલમાં ભ્યાસ કરે છે. આમ પુજાએ ઠાકોરજી સાથે લગ્ન કરવાનો નિર્ણય પોતાનો હતો. શરૂઆત માં સામાજ, સબંધીઓ અને પરિવારના લોકોએ આ આ માટે ના કહી હતી પરંતુ માતા એ દીકરીની ઇચ્છાનું માન રાખીને આ અંગે સહમતી આપી દીધી હતી.

પિતા અંગે પહેલા પણ રાજી નહોતા અને આજે પણ રાજી આથી આથી તેઓ લગ્ન માં પણ નહોતા સામેલ થયા અને આમ લગ્નમાં તમામ રીત રસમો માતાએ પૂરું કરી હતી. દૈનિક ભાસ્કરે જ્યારે તેઓએ આ નોખા લગ્ન અંગે પૂછ્યું તો બોલતા બોલતા તેમની આંખ ભરાઈ આવી. અને બોલ્યા કે પાપા નથી આવ્યા એ વાત નું મને બહુ જ દુખ છે પરંતુ આ લગ્ન થી હું બહુ જ ખુશ છું. કેમકે ઘર પરિવાર અને સમાજમાં મે જે કઈ પણ જોયું છે તેના પછી હું લગ્ન કરવા જ નહોતી માંગતી. પરંતુ જ્યારે લોકોએ આ વિષે મેળાટોળા મારવાનું શરૂ કર્યું તો હું કૂવારી ના કહેવાવ આથી મે આ નિર્ણય લીધો.

પૂજા સિંહ ના લગ્ન માં તેમની બહેનપનીઓ અને સબંધીઓ પણ હાજર રહ્યા હતા. લગભગ 300 લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો આ લગ્નની રસમોમાં હલ્દી થી લઈને મહેંદી સુધીની તમામ રસમો બહુ જ ધામધૂમ થી કરવામાં આવી હતી. ત્યાં જ પૂજાને તેની સખીઓએ તૈયાર કરી હતી. તેને પોતાની સખીઓ સાથે ડાન્સ પણ કર્યો હતો. અને ઘરમાં મંગળગીતો પણ ગાવામાં આવ્યા હતા.સામાન્ય રીતે વર વધુની માંગમાં સિંદુર પૂરે છે પરંતુ અહી કઈક અલગ જ રીતે થઈ હતી જ્યાં ઠાકોરજી ની તરફથી પુજાએ જાતે જ પોતાની માંગ ભરી હતી.

સાથે  જ ઠાકોરજીને સિંદુર કરતાં ચંદન વધારે પસંદ હોય છે આથી તેઓએ પોતાની માંગ ચંદન થી સજાવી હતી. પૂજાસિંહ અને ઠાકોરજીના લગ્ન તમામ રીત રસમો સાથે થયા હતા. જેમાં ગણેશ પૂજાથી થઈને ચાકભાત, મહેંદી, હલ્દી ફેરા જેવી દરેક રસમો કરવામાં આવી હતી. ઠાકોરજીને વરરાજો બનાવીને ગામના મંદિર થી પૂજસિંહ ના ઘરે લાવવામાં આવ્યા હતા. જ્યાં માતા એ પિતા આવ્યા નહીં આથી તેઓએ એકલા જ કન્યા દાન કર્યું હતું અને ત્યાર પછી વિદાઇ પણ થઈ હતી. જ્યાં પરિવાર તરફથી કન્યાદાન અને જુહારી માં 11000 રૂપિયા આપવામાં આવ્યા હતા

. જ્યાં ઠાકોરજીને એક સીહાસન અને એક પોશાક પણ આપવામાં આવ્યા. પૂજાસિંહ જણાવે છે કે હવે કોઈ મને એમ અંહી કહે કે આટલી મોટી થઈ છતાં કૂવારી છે મે મારા ભગવાન સાથે જ લગ્ન કરી લીધા છે. લગ્ન પછી ઠાકોરજી પાછા પોતાના મંદિર માં બિરાજમાન થઈ ગ્યાં છે જયારે પૂજાસિંહ પોતાના ઘરે રહે છે. પોતાના રૂમમાં પૂજાએ એક નાનું મંદિર બનાવ્યું છે જમા ઠાકોરજી છે અને તે હવે જમીન પર સુવે છે. પૂજા રોજ સવારે મંદિરમાં જાઈ છે અને તેમના માટે પ્રસાદ બનાવે છે અને પોશાક પણ બનાવે છે અને રોજ સાંજે દર્શન કરવા પણ જાય છે. જઆ લગ્ન માત્ર પરંપરા સાથે નથી જોડાયેલી પરંતુ તેમાં ભાવુકતા પણ જોવા મળે છે.

વિદાઈના સમયે પણ પૂજાસિંહ ને પોતાન ઘરે જ જવાનું હતું છતાં તેઓની આંખમાં આંસુ આવી ગ્યાં હતા. સાથે જ લગ્નમાં આવેલ તમામ લોકો પણ ભાવુક બની ગ્યાં હતા. જ્યાં પુજાએ પોતાના ઘરના આંગળે થાપા પણ માર્યા અને વિદાઇ પણ લીધી. એવું નથી કે પૂજાસિંહ આ નિર્ણય ને દરેક લોકોએ સ્વીકારી લીધા છે. ઘણા લોકો તેનો વિરોધ પણ કરે છે લગ્ન પછી પણ ઘણા લોકો પૂજા ની મજાક બનાવે છે. પરંતુ તેઓ આની પરવાહ કરતાં નથી. તે જણાવે છે કે મે જે બીજાના લગન જીવન માં જોવા મળતું હોય છે.

જેના કારણે મે આ નિર્ણય લીધો છે. હવે મારુ મન શાંત છે. જ્યાં સુધી પિતાની નારાજગી નો સવાલ છે તો હું તેમણે મનાવી લઇશ. મારી સંગીતમાં રુચિ છે આથી હું એ ક્ષેત્ર માં આગળ વધીશ. આચાર્ય રાકેશ કુમાર શાસ્ત્રી એ જણાવ્યુ કે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ જી સાથે કન્યા નો વિવાહ શાસ્ત્રો માં છે. જે રીતે વૃંદા તુલસી એ વિષ્ણુ ભગવાન નું સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે ઠાકોરજી સાથે લગ્ન કર્યા હતા. આ પણ એમ જ છે. પહેલા પણ આવા લગ્ન થતાં હતા. કર્મ્ઢગુરુ પુસ્તક માં વિવરણ પૃસ્થ સંખ્યા 75 માં આપવામાં આવ્યું છે. વિષ્ણુ ભગવાન સાથે કન્યા લગ્ન કરી શકે છે. અને તુલસી વિવાહ માં પણ આવું જ જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *