આ કારણે દીકરા ના બદલે દીકરીઓએ જ માતાના અંતિમ સંસ્કાર કર્યાં ! ઘટના જાણી ભાવુક થઇ જશો
આજના ૨૧ મી સદીમાં આધુનિક અને ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક દંપતી પુત્ર પ્રાપ્તિની ઘેલશામાં માં જોવા મળતા હોય છે.ત્યારે પાટણની આ ઘટનામાં આ તમામ બાબતોને અલગ રાખીને એક કિસ્સો ધ્યાનમાં આવ્યો છે.જ્યાં દીકરા અને દીકરી વચ્ચે નો ભેદ ભૂલવા જી રહ્યું છે.હવે દીકરીઓને પરિવાર અને સમાજમાં મહત્વ મળવા લાગ્યું છે.
દીકરી ને પણ દીકરા જેમ જ તમામ રીતે સમાન જ ગણવામાં આવે છે.દીકરીઓ ભણીગણી ને પરિવાર અને સમાજને મદદરૂપ બનતી જોવા મળી છે. દીકરાની ખોટ પુરતી કરવા દીકરીઓ ઘરડા માં બાપનો આધાર બનતી જોવા મળે છે.પાટણ સહેરના પદ્મનાભ મુક્તિધામ ખાતે બે દીકરીઓએ પોતાની માતાને અગ્નિદાહ આપી પુત્ર ધર્મ નિભાવ્યો હતો.
પાટણ સહેરના ટાંકવાડા ખાતે રહેતા પાટણ જીલ્લા પંચાયત ના પૂર્વ કર્મચારી નટુભાઈ ખત્રીના ધર્મ પત્ની નલીનીબેન ( ઉમર ૭૩ વર્ષ ) નું અવસાન થતા તેમની બે દીકરીઓ ભાવિની બેન અને કવિતા બેન પોતાની માતાની અંતિમયાત્રા ને કાંધ આપી પાટણના પદ્મનાભ મુક્તિધામ ખાતે લઇ જી માતાને અગ્નિ સંસ્કારમાં મુખઅગ્નિ આપી હતી.પાટણ શહેરના ખત્રી પરિવારની દીકરીઓના હાથે માતાના અગ્નિ સંસ્કારની કાર્યની આ ઘટના ઉપરથી એ જાણવા મળ્યું હતું કે પુત્ર પ્રાપ્તિ ની ઘેલછા રાખનાર દંપતીને પુત્ર પુત્રી એક સમાન હોવાની પ્રતીતિ કરાવી છે.