આ કારણે થી પાંચ દીકરીઓ એ માતા ની નનામી ને કાંધ આપી ! સર્જાયા ભાવુક દૃશયો…

હાલ દેશમાં અવાર નવાર ઘણા લોકો અકસ્માત માં કે કોઈ ગંભીર બીમારી વગેરે કારણોસર મૃત્યુ પામતા હોઈ છે. અને તેવીજ રીતે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામે માતાનું મોત થતા પાચ દીકરીઓએ માતાની નનામી ને કાંધ આપી હતી. તેમજ સ્મશાન સુધી જઈ અગ્નિસંસ્કાર કરી સમાજમાં એક નવી રાહ ચીંધી છે. પુત્ર ન હોવાથી માતા ને પાચ દીકરીઓ એ પોતાનો ખભો આપી પુત્ર ધર્મ નિભાવતા ભાવુક દ્રશ્યો જોય ગામના લોકો ની આખો માંથી આશુ પ્રસરી ગયા હતા.

ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના નાના એવા બાવા પીપળવા ગામ ની પાચ દીકરીઓ એ આજે પુત્ર ધર્મ નિભાવી સમાજને અરીસો દેખાડ્યો છે. અને એક દીકરી થઈ પોતે માતા ને ખભો આપી તેને સ્મશાન સુધી લઈ જાય છે અને અગ્નિસંસ્કાર આપે છે. જે અંગે ગામનાં અગ્રણી કાનજીભાઈ ચુડાસમા જણાવ્યું કે, ગામમાં રહેતા ગાંડાભાઈ રાઠોડ અને તેમની પત્ની નાગલબેન દંપતીને એક પણ દીકરો નથી અને પાચ દીકરીઓ છે જે હાલ પરણિત છે અને સાસરે છે.

આ દરમ્યાન આજે નાગલબેનનું બીમારી ને કારણે મૃત્યુ નીપજ્યું હતું. અને જેની જાણ દીકરીઓ ને થતાજ માતાના ઘરે આવી ગઈ હતી. અને તેમજ એક મોટો પ્રશ્ન તો એ હતો કે દીકરો નો હોવાથી માતાનો અંતિમ સંસ્કાર કોણ કરશે. અને ત્યારે દીકરીઓ એ પુત્ર ધર્મ નિભાવતા કહ્યું કે મારી માતા ના અગ્નિસંસ્કાર અમો પાચ બહેનો કરશું. અને સ્મશાન યાત્રા માં પાંચેય બહેનો એ તેમની માતા કાંધ આપી હતી બાદમાં તેમનો અગ્નિસંસ્કાર પણ આ પાંચેય બહેનો એ કર્યું હતું.

એવું કહે છે કે હિંદુ ધર્મમાં સામાન્ય રીતે મહિલાઓ સ્મશાન જતી હોતી નથી. પણ અહ્યા તેનાથી અલગજ જોવા મળ્યું છે માતા ને એક પણ દીકરો નથી અને પાચ દીકરીઓ છે તેથી ધર્મ પહેલા પુત્રી એ પોતાની માતા ને મહત્વ આપ્યું અને પુત્ર ધર્મ નિભાવીને માતા ને કાંધ આપી સ્મશાન સુધી લઈ જાય છે અને અગ્નિસંસ્કાર પણ આપે છે. જે જોય દીકરીઓની આ પહેલને લઈ ગ્રામજનો એ પણ ભારે હેયે આવકારી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *