ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત તે પહેલા પપ્પા માટે બનાવી ચા અને આઈસ્ક્રીમ ખાઈ…

હાલ રાજ્યમાં અને દેશમાં ઘણા આપઘાતના મામલાઓ જોવા મળી રહ્યા છે જેની પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિની સાથેજ તે દબાઈ જતું હોઈ છે. આજના સમયમાં લોકો કોઈ પણ કારણોસર મરવા પડી જતા હોઈ અને આપઘાત જેવા પગલા ભરતા હોઈ છે. મોટા લોકોને ભાન અને હિંમત પણ હોઈ છે પરંતુ ૯ માં ધોરણમાં અભ્યાસ કરતી આ સગીરાને એટલી હિંમત ક્યાંથી આવી હશે કે જેને આપઘાતનું પગલું ભર્યું અને પોતનૂ જીવન ટુંકાવ્યું. આજે તમને આ ઘટના જણાવ્યે જેમાં એક ૯ માં ધોરણમાં અભ્યાસ કરતી અંશુ નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી તો વિદ્યાર્થીઓ ને કોઈ કારણ થી માઠુ લાગી આવતા કે પછી પરિક્ષામાં નાપાસ થવાના ડરથી અથવાતો પરિક્ષા સારી નો ગઈ હોવાને લીધે આપઘાત કરી લેતા હોઈ છે. ત્યારે હાલ એક ૯ માં ધોરણમાં અભ્યાસ કરતી અંશુ નો આપઘાતનો નો મામલો સામો આવી રહ્યો છે. આપઘાત કરતા પહેલા અંશુ તેના પરિવાર સાથે મેજિક શો જોવા ગઈ હતી. જ્યાંથી તે આનંદ સાથે પરત ફરી હતી. તેને પરિવારને એ વાતનો ઉલ્લેખ પણ કર્યો કે મને આ શો ખાસ ગમ્યો નથી. અને ઘરે આવીને તેને આર્મીમાંથી નિવૃત થયેલ તેના પિતા માટે ચા બનાવી હતી. અને રૂમમાં ગયા બાદ તેણે ફાંસી લગાવી નાખી હતી.

આમ તે પછી સમગ્ર પરિવાર રડી રડી ને બે હાલ થઇ ચુક્યું છે. પરિવારના સભ્યો પણ આવું પગલું ભરવા પાછળ નું કારણ જાણતા નથી. આ દુઃખદ ઘટના રવિવારની રાતની કહેવાઈ છે. જ્યાં આ સમગ્ર પરિવાર રવિવારની રાતે મેજિક શો જોવા ગયેલા હતા. તેમજ શો જોઈ ને પરત આવતા હતા ત્યારે અંશુ એ તેના ભાઈ બહેન સાથે ઘણી સેલ્ફીઓ પણ પાડી હતી. અને ઘરે આવીને તેણે પપ્પા માટે ચા બનાવી અને પછી હસતા હસતા બધા સાથે આઈસક્રીમ ખાધો. થોડીવાર પછી તે તેના રૂમમાં ગઈ અને લાંબા સમય સુધી રૂમમાંથી બહાર નો આવતા પરિવારના સભ્યોએ અંદર જઈને જોયું તો તે લટકેલી હાલત માં મળી આવી હતી. જે બાદ અરેરાટી થવા પામી હતી.

આમ ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને થતા તેઓએ લાશને કબજે કરી અને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી હતી. પિતાએ પોલીસને જણાવ્યું કે ગઈકાલે તે અમારી સાથે રજામાં ફરવા ગઈ હતી અને ત્યારે પણ તેને જોઇને લાગતું નો હતું કે તે કોઈ ટેન્શનમાં છે. શું થયું તે સમજાતું નથી. તેમજ તપાસ કરી રહેલ SI એ જણાવ્યું કે પલંગ પર સ્ટુલ મુકીને પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરેલ છે. અ સમગ્ર ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *