લગ્નના માંડવે બારાત પંહોચે એ પહેલા જ વરરાજા સાથે બની એવી ઘટના કે જાણીને મંડપની જગ્યાએ હોસ્પીટલે પહોચ્યા..

આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે એવામાં અનેક એવી વિચિત્ર ઘટનાઓ બને છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ થતી રહે છે અમુક ચોંકાવનારી અને અમુક હસવાનારી. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નના દિવસે વરરાજાને ઘોડી પર નચાવવો ભારે પાડ્યો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

આ ઘટના તાજેતરમાં જ મહિસાગરના ખાનપુરના ઘોઘાવાડા ગામમાં બની છે જેમાં જાન નીકળી વખતે ઘોડે સવાર વરરાજાને ઘોડા પર બેસાડે છે અને એ જ સમયે બારાતી નાગિન ડાન્સ કરવામાં મશગુલ હોય છે. બધા લોકો ડાન્સ કરવામાં મગ્ન હોય છે ત્યારે અચાનક વરરાજો જે ઘોડા પર બેઠો હોય એ સંતૂલન ગુમાવી દે છે અને વરરાજો નીચે જમીન પર પટકાઈ છે.

જો કે ત્યારબાદ ઘોડે સવાર તેના ઘોડાને કંટ્રોલ કરી લે છે પણ ત્યાં સુધી વરરાજો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હોય અને તેને તુરંત હોસ્પીટલે ખસેડવામાં આવે છે. લગ્ન પ્રસંગો સમયે આવી અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી રહે છે અને ઘણા વિડીઓ વાયરલ થતા રહે છે. આવા વિડીઓ પરથી આપણે એ શીખ લેવી જોઈએ કે, આવા અખતરા ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *