આ મહિલાની સફળતા પાછળ છે તેના પતિનો સહકાર !પતિએ નોકરી છોડી ઘર બાળકોને સંભાળ્યા તો પત્નીએ પણ…..
મિત્રો જીવનમાં એકને એક વાર કંઈક મેળવવા અને કંઈક મોટુ કામ કરવા માટે ખુબજ સંઘર્ષ કરવો પડતો હોઈ છે જેના માટે ઘણી બધી બાબતોને બાજુમાં મૂકી આપણા લક્ષ્ય ને સિદ્ધ કરવા માટે ખુબજ મહેનત કરવી પડતી હોઈ છે. તેમજ તમને જણાવીએ તો એવું કહેવાય છે કે Behind Every Succesful Man There Is A Women, પરંતુ જયપુરની એક મહિલાની સ્ટોરી આ બધાથી અલગ છે. પત્નીની સફળતા માટે પતિએ બેંકની નોકરી છોડી અને ઘર, બાળકોને સંભાળ્યા. એનું પરિણામ એ આવ્યું કે પત્ની પરીક્ષામાં સફળ થઇ.
વાત કરીએ તો જયપુરની મંજુલા ભાલોટિયાને તેના પતિએ એટલો સાથ આપ્યો કે તેણે પત્નીને જજ બનાવવા માટે બેંકની પોતાની નોકરી છોડી, બાળકોની સંભાળ લીધી અને પતિ-પત્નીના આ બલિદાનનું પરિણામ એ આવ્યું કે પત્ની ટોચ પર આવી. તેણીએ ઉત્તર પ્રદેશની ઉચ્ચ ન્યાયિક સેવા પરીક્ષામાં ટોપ કર્યું અને પ્રથમ નંબર મેળવ્યોરાજસ્થાનથી લઈને ઉત્તરપ્રદેશ સુધી બંને પરિવારોમાં ખુશીનો માહોલ છે. મંજુલા જયપુરની છે, તેણે હરિયાણામાં લગ્ન કર્યા છે અને UPમાં ટોપ કર્યું છે. એક સાથે ત્રણ રાજ્યોમાં ઝંડા લહેરાવવાની મંજુલાની સફળતાની વાર્તામાં તેનો પતિ તેનો રોલ મોડેલ છે.
આમ મંજુલા ભાલોટિયાનો જન્મ જયપુરમાં થયો હતો. અજમેરમાં અભ્યાસ કર્યો. જે બાદ જયપુરથી એલએલબીની પરીક્ષા પાસ કરી લંડન ગઇ હતી. UK થી MBA કર્યા પછી તેણે બે વર્ષ સુધી વિદેશી બેંકમાં નોકરી કરી. ત્યારબાદ તેણીએ હરિયાણાના રોહતક નિવાસી મિત્ર સુમિત સાથે લગ્ન કર્યા જે તેણીના અભ્યાસ દરમિયાન મળ્યા હતા. બંનેને બે બાળકો હતા. પણ હજુ જીવન અધૂરું લાગતું હતું. કંઈક બાકી હતું જે થઈ રહ્યું ન હતું. મંજુલાએ તેના પતિની મદદથી ફરી અભ્યાસ શરૂ કર્યો. જ્યારે ઉત્તર પ્રદેશમાં ન્યાયિક સેવાઓ વિશે ખબર પડી ત્યારે મંજુલાએ ફરી તૈયારી શરૂ કરી.
આમ જ્યારે બાળકોની સંભાળ રાખવી એક પડકાર બની ગઈ, ત્યારે તેણે અભ્યાસ છોડી દેવાનું મન બનાવી લીધું હતું. પણ પતિએ સાથ આપ્યો. પત્નીને જજ બનાવવા માટે તેણે બેંકની નોકરી છોડી દીધી. પતિનો સહકાર મળતા મંજુલાએ સખત મહેનત શરૂ કરી અને અભ્યાસ કરવા માંડ્યો. જે બાદ જ્યારે પરિણામ આવ્યા તો ત્રણેય રાજ્યો એક સાથે ચોંકી ગયા. બે દિવસ પહેલાં જયારે પરિણામ જાહેર થયું ત્યારે ખબર પડી કે મંજુલાએ ટોપ કર્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેની પર અભિનંદનની વર્ષા કરવા લાગી ગયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.