‘ભાભીજી ઘર પર હૈં’ના અભિનેતા મલખાન સિંહનું ૪૧ વર્ષની ઉંમરે ક્રિકેટ રમતા અચાનક થયું નિધન ! ઇન્ડસ્ટ્રી ને લાગ્યો મોટો આંચકો

પોપ્યુલર ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ ના મલખાન સિંહ એટલે કે દીપેશ ભાન નું હાલમાં જ નિધન થયું છે.દીપેશ ભાન શનિવારે સવારે ક્રિકેટ રમતા સમયે પડી ગયા હતા.અને તેમના નાકમાંથી બહુ જ વધારે લોહી નીકળી રહ્યું હતું.આથી તેઓને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ગઈ રાત્રે એટલે કે શુક્રવારે તેમણે મોડી રાત સુધી શોની શૂટિંગ કરી રહ્યા હતા.દીપેશ પોતાની ફિટનેસ ને લઈને બહુ જ કાળજી રાખતા આથી શનિવારે તેઓ જીમમાંથી આવીને ક્રિકેટ રમવા લાગ્યા હતા.


એક્ટર દીપેશ ભાન શોમાં માળખાન સિંહ નું કોમેડી પાત્ર ભજવતા હતા.જેએમની કોમેડીએ લોકોના દિલમાં જગ્યા બનાવી ગયું હતું. એક્ટર ના મૃત્યુ અંગેની માહિતી શોના સહાયક ડિરેક્ટર અભિનીત એ કરી હતી.સાથે જ શોમાં ટીકા સિંહ નો કિરદાર નિભાવનાર વૈભવ માથુર એ પણ આ વાતને કંફોરમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હા,હવે તે નથી રહ્યા.આના પર હું કઈ કહેવા માંગતો નથી.કેમકે હવે બોલવા કઈ રહ્યું જ નથી.

દીપેશ ભાનના જીવન વિશે જાણ્યે તો તેઓ એ દિલ્લીમાં ગ્રેજ્યુએશન પૂરું કરી તરત જ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું.અહી થી એક્ટિંગ નો કોર્ષ પુરો કર્યા પછી દીપેશ ભાન ૨૦૦૫ માં મુંબઇ આવ્યા. શોમાં છોકરીઓ સાથે ફલટ કરનારા દીપેશ ભાન વાસ્તવમાં પરણિત છે. તેમના લગ્ન મે ૨૦૧૯ માં દિલ્લીમાં થયા હતા.અને જાન્યુઆરી ૨૦૨૧ માં તે એક બાળકના પિતા બન્યા હતા.

આ શો પહેલા પણ દીપેશ ભાન અનેક સિરિયલો અને શોમાં કામ કરી ચૂક્યા હતા. જેમાં” કોમેડી કા કિંગ કોન”, “કોમેડી ક્લબ” , ”ભૂતવાલા”, “FIR “સહિત બિંદાસ્ત ટીવી પર “ચૈપ” અને “સુંન યાર ચીલ માર “જેવા શોમાં કામ કર્યું હતું. વર્ષ ૨૦૦૭ માં આવેલી ફિલ્મ “ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની “માં પણ દીપેશ ભાન એ કામ કર્યું હતું.સાથે જ તેઓ આમિર ખાન સાથે T૨૦ ની જાહેરાત માં પણ જોવા મળ્યા હતાં.આમ અચાનક દીપેશ ભાન ના મૃત્યુ પછી આ શો થી જોડાયેલાં દરેક સ્ટાર્સ અને ક્રું મેમ્બર્સ શોકમાં જોવા મળ્યા હતાં.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *