ભાઈ ભાઈ આવી રજવાડી જાન પેલા નહી જોઈ હોય ! જુઓ તસ્વીરો ગાડાની લાઈનો લાગી અને…
કહેવાય છે ને કે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ! આ કહેવત આજમાં યુગમાં યુવા પેઢીને લાગુ પડે છે. આજના સમયમાં યુવાનો જ્યારે પહેલા જમાનાની વાતો સાંભળે છે, ત્યારે તેમને એ દિવસો કેવા હશે એવા વિચારો આવે છે! ત્યારે ખરેખર ઘણા એવા લોકો પણ હોય કે ફરી એ દિવસોને માણવા માંગતા હોય છે. હાલમાં જ એક એક યુવાને એવું જ કર્યું. વર્ષો પહેલા જેવી રીતે લગન થતા એ 60 વર્ષ જૂની પરંપરાઓને પોતાના લગ્ન થકી જીવંત કરી.
કહેવાય છે ને કે, પહેલા નાં લગ્ન ની જે મોજ હતી એ ખૂબ જ જાજરમાન અને વૈભવશાળી લગન થતા હતાં. આવી જાનો જો આજનાં સમયમાં નીકળે તો સૌ કોઈ ચોકી જાય. એક તરફ કમુરતા પૂર્ણ થતાં જ ફરી એક વખત લગ્નની શરણાઈ ગુજવા લાગી છે. હાલમાં જ માંડવીના ખેડપુર ગામના ચૌધરી સમાજના પરિવારે આજથી 60 વર્ષ પહેલાંની આદિવાસી પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને લગ્ન અંગેનો પરિચીત કરવા પ્રયત્ન કર્યો છે.
આદિવાસી ચૌધરી સમાજની જૂની પરંપરા ફરીવાર જીવંત કરવામાં આવી. આ અનોખી પરંપરા એટલે કે, શણગારેલા બળદગાડામાં જાન દુલ્હનને લેવા જતી હોય એવું જોવા મળ્યું હતું.બળદની સાથે ગાડાને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું આમ પણ હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ધીમે ધીમે બળદગાડું મોટા ભાગે જોવા મળતું નથી. ત્યારે જે સફળ પૂરવાર થયો હતો. આ જાનમાં બળદગાડાને ડેકોરેટ કરી બળદને પણ શણગાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત ચૌધરી સમાજની ભાષામાં લગ્નની કંકોતરી છપાવી હતી.

જે આદિવાસી સમાજ પ્રત્યે આધુનિક સમયમાં આવી પ્રથા ભાગ્યે જ જોવા મળતી હોય છે. લોકો લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચો કરતા હોય છે. ત્યારે આદિવાસી પરંપરા જાળવી રાખવા નવતર કહી શકાય એવો પ્રયોગ થયો હતો.વરરાજા નું કહેવું હતું કે અમે જ્યારે નાના હતા ત્યારે પહેલાના જમાનામાં બળદગાડામાં જાન જતી હતી. આવી વાતો સાંભળી હતી પણ વિચાર આવ્યો અને આદિવાસી સમાજની જૂની પરંપરા નાબૂદ ન થાય એ હેતુથી નવી પેઢીને સમાજ પ્રત્યેની પ્રેરણા આપી અને ખરેખર આ જાજરમાન જાન લગ્નના ગીતો ની સાથે નીકળી ત્યારે સૌ કોઈની આંખો આ જાન ને જોવા ઉમટી પડતી