દીકરા ના જન્મ બાદ પહેલીવાર માતા ના ઘરે પહોંચી ભારતીસિંહ ! એવી રીતે સ્વાગત કરાયુ કે…

લાફ્ટર ક્વીન ભારતી સિંહ આ દિવસોમાં તેના દીકરાને લઈને બહુ ચર્ચામાં જોવા મળી છે . ભારતી સિંહ ને આજે સૌ કોઈ જાણે છે  તે નાના બાળકો થી લઈને મોટા વૃધ્ધો ને પણ હસાવવાની કળા ધરાવે છે .ભારતી  સિંહ તેમના દીકરા સાથે તેની માતા ના ઘરે હાલમાં એન્જોય કરી રહી છે ,સાથે તે કામ પણ કરતી જોવા મળે છે પરંતુ તેમની પહેલી પ્રાથમિકતા તેનો દીકરો જોવા મળ્યો છે .

હાલમાં જ તે પોતાના દીકરા ને લઈને તેની માતાના ઘરે ગઈ છે .જેનો વિડીયો તેણે પોતાના યુટ્યુબ ચેનલ પર શેર કરયો  છે .આવો તમને બતાવીએ .પહેલા એ જણાવી દઈએ  કે ભારતી  સિંહ એ ૩ એપ્રિલ ૨૦૨૨ એ પોતાના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો .તે એક પ્યારા દીકરાની માં બની ગઈ છે .આ વાત ની જાણકારી તેના પતિ હર્ષ લીમ્બચીયા એ પોતાના ઇન્સ્ત્રગ્રામ પર શેર કરી હતી

તેમણે એક ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે ,” દીકરો થયો છે .”૨૩ જુન ૨૦૨૨ એ ભારતી સિંહ એ પોતાની યુટ્યુબ ચેનલ ‘લાયફ ઓફ લીમ્બાચીયા ’પર એક  નવો વિડીયો રજુ કરયો હતો .જેમાં જોઈ સકાય છે કે , ભારતી સિંહ ના દીકરાનું તેની નાની ના ઘરે કેટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .આ વિડીયોમાં નવી બનેલી માતા એ જણાવ્યું હતું કે ,તે પોતાની ભત્રીજી દીક્ષા ને સરપ્રાઈઝ આપવા જઈ  રહી છે .

અને બર્થડે લંચમાં પણ સામેલ થશે .ભારતીના પરીવારના લોકો તેના દીકરાને જોઈ ને ખુબ આનંદ માં આવી ગયા હતા .અને તેમના ચહેરા પર ખુશી સાફ જોવા મળતી હતી .વિડીયોમાં આગળ ભારતી સિંહ એ પોતાના બાળકને પોતાના પિયર ના ઘરમાં પણ ફેરવ્યો હતો .ભારતી સિંહ એ જણાવ્યું કે તે પોતાના પિયર આટલા દિવસો પછી આવીને બહુ ખુશ છે .

સાથે જ તે બહુ સહજ મહેસુસ કરી સકતી હતી .ભારતીએ એ પણ જણાવ્યું કે , તેની માં ઘર પર નથી કેમકે તેમને  અમૃતસર થોડું કામ હતું તો તે ત્યાં ગયા છે .ભારતી એ જણાવ્યું કે જયારે તે પાછી આવશે તો તે પોતાના દીકરા સાથે તેની નાની નો મિલાપ કરાવશે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *