ભારતીસિંહ એ શેર કરી પોતાના ક્યુંટ દીકરા ની તસવીરો! ફોટા જોઈ દિલ દઈ બેઠશો

ભારતી સિંહ ને દરેક લોકો ઓળખે છે તે કોમેડી ક્વીન છે. ભારતી ની કોમેડી લોકો ને બહુ જ પસંદ આવતી હોય છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં ભારતી તેની કોમેડી ને કારણે બહુ જ પ્રખ્યાત થઈ ગઈ છે. ભારતી અને તેનો પતિ હર્ષ એ બંને અનેક શોમાં સાથે કામ કરતા જોવા મળે છે. હાલમાં ભારતી તેના દીકરા ને લઈને બહુ જ ચર્ચામાં જોવા મળી છે. આમ તો ભારતી ના ઘરે જ્યારે થી તેના દીકરા લક્ષ્ય નો જન્મ થયો ત્યાર થી જ તે સોશીયલ મીડીયા પર ચર્ચામાં જોવા મળી હોય છે અને ફેન્સ તેના બાળક નો ચહેરો જોવા માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે ભારતી એ પોતાના ફેન્સ ની આ ઈચ્છા પૂરી કરી છે.

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા એ હાલમાં જ પોતાના જન્મેલા બાળક ગોળાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેથી તમામ સેલિબ્રિટી તેઓને અભિનંદન પાઠવી રહ્યા છે. ભારતી એ દિકરા નો ફોટા શેર કરતા લખ્યું કે , મળો મારા દીકરા લક્ષય ને . ગણપતિ બાપા મોરિયા. આ ફોટો માં ભારતી સિંહ, હર્ષ  લિંબાચિયા અને તેનો દીકરો લક્ષ્ય ત્રણેય સફેદ કલરના કપડામાં જોવા મળ્યા છે. દીકરાના ચહેરા નો નુર જોઈ ને જ દિલ ખુશ થઈ જાય છે. ફોટોમાં લક્ષ્ય માતા ભારતી ની ગોદમાં સૂઈ રહેલો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ફોટો બહુ ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેઓને અભિનંદન પાઠવી રહ્યા છે.

ભારતી એ ગયા વર્ષે જ ડિસેમ્બરમાં તેની પ્રેગનેંસી વિષે જાહેરાત કરી હતી અને આ જાહેરાત તેણે પોતાના યુટ્યુબ ચેનલ “લોલ લાઈફ ઓફ લીંબાચિયા “પર કરી હતી. ત્યાં જ તેણે એક વીડિયો બનાવી પણ જણાવ્યુ હતું કે તે માં બનવાની છે. તમને જણાવી દઇએ કે ભારતી સિંહ એ પોતાની પ્રેગનેનસી દરમિયાન પણ કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂ દરમિયાન હર્ષે પણ જણાવ્યું હતું કે  મે લોકો ને કહેતા સાંભળ્યા હતા કે જ્યારે તારા ઘરે બેબી આવશે ને તો તેની ફિલિંગ જ અલગ હસે. અને હું એ વાત માની જતો હતો. પરંતુ અત્યારે જ્યારે હું આ ફિલિંગ અનુભવી રહ્યો છું તો હું જણાવી સકુ છું કે સચ્ચે જ આ ફિલીંગ જ કંઈક અલગ છે.

આ એક અલગ જ ભાવના મનમાં ને દિલમાં ઉદભવી રહી છે કે બાળક ને જોતા જ એક નવી તાજગી અનુભવાય છે અને એક નવી જ ઊર્જા સાથે મોટીવેશન મળી રહ્યું છે. હું લગભગ અડધી કલાક સુધી તેને જોયા જ કરું છું. કેમ કે જ્યારે હું આ કામ કરતો હોવ ત્યારે મારા દિલ અને મગજ માં બીજી કંઈ વિચાર આવતો જ નથી. અને અત્યારે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે પણ તેનો ચહેરો મારી સામે આવી રહ્યો છે. જે મને કંઇક અલગ જ અહેસાસ કરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *