હે ભગવાન! બાળક ની નજર ની સામે જ માતા પિતા નો જીવ વયો ગયો…

ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકા ના જાંબાળા ગમે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફામણી તે તેમની પત્ની પાયલબેન અને તેનો 5 વર્ષ નો પુત્ર ને લઈને ઉમરાળા તાલુકા ના દડવા ગામે રાંદલ માતાજી ના દર્શન કરવા જતા હતા. એ સમયે તેને ભાવનગર વલ્લભીપુર રોડ પર ચમારડી ગામે પેટ્રોલ પમ્પ પાસે એક ટ્રકચાલકે તેને અડફેટે લેતા તે ગાડી ની સાથે દૂર પટકાય ગયા હતા.

જેમાં દંપતી નું સ્થળ પર જ મોત થયું હતું. જયારે તેના પુત્ર ને ગંભીર હાલત માં હોસ્પિટલે ખસેડવા માં આવીયો હતો. આ ઘટના ની માહિતી પોલિસ ને મળતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તાપસ હાથ ધરી હતી. તે દરમિયાન ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. દરમિયાન માં પોલીસ દ્વારા વધુ તાપસ હાથ ધારવાંમાં આવી હતી. આ ઘટના બનતા જ રસ્તા પર ટોળેટોળા એકઠા થય ગયા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *