ભાવનગર : માલધારી પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો ! લગ્ન પહેલા જ દુલ્હન નુ મોત થયું છતા પરીવારે….
ર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો દાડે દિવસે હાર્ટઅટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થવા પામ્યો છે. પેહલા એક સમયગાળો હતો જયારે ઘરડા વ્યક્તિઓને જ આવી હાર્ટઅટેકની તકલીફો પડતી હતી પરંતુ વર્તમાન સ્થિતિ ખુબ અલગ છે. હાલ તો નાની વયના લોકોને પણ હાર્ટઅટેક આવી રહ્યા છે, એવા અનેક બનાવો તમે ગુજરાતમાં જોયા જ હશે પરંતુ ભાવનગર માંથી એક ખુબ જ દુઃખદ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમારી આંખ માંથી આંસુ નીકળી જશે.
દીકરીની વિદાઈ થવાની અપેક્ષાએ દુઃખમાં બેસેલા માતા-પિતાને જયારે ખબર પડે કે તેની દીકરીના લગ્ન પેહલા જ મૃત્યુ થયું છે તો તે માતા-પિતા પર શું વીતશે? ભાવનગર શહેરમાં આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં બે દીકરીના લગ્ન યોજાયા હતા જેની જાન આજ રોજ માંડવે પણ પધારી ચુકી હતી પરંતુ અચાનક જ બે પૈકી એક દીકરીને હાર્ટઅટેક આવતા આનંદના માહોલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, હવે આવેલી જાનનને એમનામ પરત ના મેકલી શકાય તે માટે થઇને મૃતક યુવતીની નાની બહેનના લગ્ન વરરાજા સાથે કરાવામાં આવ્યા હતા.
શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા જીણાભાઇ ભાકાભાઈ રાઠોડ(ભરવાડ) ના આંગણે તેઓની દીકરીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેતલ સાથે નારીના આલગોતર રાણાભાઇ બુટાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન થવાના હતા. ચારેય તરફ લગ્નને લાઈને આનંદ છવાયેલો હતો પરંતુ કુદરતને તે મંજુર ન હતું, એવામાં અચાનક જ હેતલને ચક્કર આવી જતા તે ઢળી પડી હતી જે બાદ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડતા ત્યાં ફરજ બજાવનાર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
તબીબોના જણાવ્યા અનુસાર હેતલનું મૃત્યુ હાર્ટઅટેકથી થયું હોવાની જાણ કરવામાં આવી હતી, આ ઘટનાની જાણ થતા જ લગ્નમાં તો શોકનું મોજું ફરી જ વળ્યું પરંતુ આસપાસના વિસ્તારમાં પણ લોકો દુઃખમાં ગરકાવ થયા હતા.હવે જાનતો માંડવે પોહચી ગઈ હતી અને આવેલી જાનને વગર કન્યાએ પરત ન મેકલી શકાય તે માટે થઇને મૃતક દીકરીના પિતા પોતાના દિલ પર પથ્થર રાખીને હેતલની નાની બહેન સાથે વિશાલના લગ્ન કરાવ્યા હતા જે બાદ જાન વધુ સાથે જ પરત ફરી હતી.
આ ઘટનાને પગલે ભાવનગર કોર્પોરેટર તથા માલધારી સમાજના મુખ્ય આગ્રણી લક્ષ્મણભાઈ રાઠોડ ઘટના સ્થળે દોડી આવી હત્યા અને પોતાનું દુઃખાય વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું.જે દીકરીના લગ્ન હતા તે જ દીકરીની અંતિમયાત્રા નીકળતા આસપાસના વિસ્તારમાં સૌ કોઈ રડી પડ્યું હતું. ભીની આંખે તમામ પરિવારજનોએ દીકરી હેતલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ખરેખર આ ભારે દુઃખની વાત કહેવાય કારણ કે જે દીકરીને વિદાઈ આપવાની તૈયારી પિતા કરી રહયા હતા તે જ દીકરીની આવી રીતે વિદાઈ કરવી પડશે તે ખરેખર હૈયુકંપાવી દે છે. દીકરીની અર્થી લઈને સ્મશામન પોહચેલા લોકોને પણ વિશ્વાસ નહોતો રહૈ રહ્યો કે તેઓ એ દીકરીની અંતિમયાત્રા લઈને આવ્યા છે જે આજે ઘરેથી વિદાઈ લેવાની હતી.ૐ શાંતિ, ભગવાન તેમની આત્માને શાંતિ આપે.